Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

જેસીઆઈ જૂનાગઢ વર્ષ ૨૦૨૨ ના નવા પ્રમુખ, અને તેની ટીમની શપથવિધિ યોજાઈ

જૂનાગઢ જૂનાગઢ ના વર્ષ ૨૦૨૨ ના નવા પ્રમુખ અને તેની ટીમનો શપથ વિધિ સમારોહ એન.એસ.ફાર્મ, ચોકી ખાતે યોજાયેલ જેસીઆઈ જૂનાગઢ વર્ષ-૨૦૨૨ ની નવી ટીમના શપથવિધિ સમારોહનું ઉદ્ઘાટન જેસીઆઈ ઝોન ૭ ના લીડર JFM ભરત પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં જેસીઆઈ જૂનાગઢ ના નવા પ્રમુખ તરીકે જેસી ચેતન સાવલિયા તથા સેક્રેટરી તરીકે જેસી પાર્થ પરમાર, ડાયરેકટર જેસી કિશોરભાઈ ચોટલીયા, જેસી વિરલ કડેચા, સાથે તેની સમગ્ર ટીમ, તથા સાથે નવા જોડાયેલ મેમ્બર્સ, જેજે વીંગ ના ચેરમેન જેજે કૌસ્તુભ સાવલિયા એ શપથ લીધા હતા. વર્ષ ૨૦૨૧ ના ડાયનેમિક પ્રેસિડેન્ટ જેસી HGF જયદીપ ધોળકિયા એ તેના વર્ષ દરમ્યાન થયેલ કાર્યનો રીપોર્ટ રજુ કરવામાં આવ્યો.  આ કાર્યક્રમમાં ઇન્સ્ટોલીંગ ઓફિસર તરીકે ઝોન ૭ ના ઝોન વાઈસ પ્રેસિડેન્ટ જેસી ણ્ઞ્જ્ જયદીપ ધોળકિયા હાજર રહ્યા હતા.  જેસી હિતુલ કારિયા (PZP) , જેસી રાજીવ મકવાણા (PZP), જેસી અશ્વિન ચંદારાણા (PZP) , જેસી ઉમાકાંત જોશી (SMA ZONE CHAIRMAN ZONE VII), જેસી સંજય કોરડીયા (PZVP), વનમેન આર્મી કિરીટભાઈ બી. સંઘવી,જયશ્રીબેન સંઘવી સહીત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.  આ કાર્યક્રમને સફળ બનાવવા મેન્ટર જેસી અરવિંદભાઈ સોની, ડાયરેકટર જેસી કિશોરભાઈ ચોટલીયા,  જેસી કમલભાઈ સેજપાલ, જેસી યતિનભાઈ કારીયા ના માર્ગદર્શન હેઠળ નવ નિયુકત પ્રમુખ જેસી ચેતન સાવલિયા, સેક્રેટરી જેસી પાર્થ પરમાર  જેસી વિરલ કડેચા, જેસી ડો. જય રાણીંગા, જેસી કેતન ચોલેરા , જેસી ચિરાગ કડેચા, જેસી કલ્પેશ પણસારા, જેસી મનીષ લોઢીયા, જેસી પ્રતીક પારેખ, જેસી દિપક મહેતા, જેસી રાજેશ પુરોહિત, જેસી ડો. શ્યામ માકડીયા, જેસી કાલીચરણ ચાવડા, તેમજ જેસીઆઈ જૂનાગઢ પરિવારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. સંચાલન જેસી કમલ સેજપાલ અને જેસી પ્રતીક પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.

(1:02 pm IST)