Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

દ્વારકામાં પાણીની પાઇપ લાઇન બાબતે બે પરિવારો વચ્ચે જૂથ અથડામણ

જામ ખંભાળિયા, તા.૨૩:  રૂપેણ બંદર વિસ્તારમાં અલી ચોક ખાતે રહેતા અયુબ ગફુરભાઈ ઈસબાણી નામના ૪૫ વર્ષના મુસ્લિમ મચ્છીપારા યુવાનને આજથી આશરે પખવાડિયા પૂવે કોઈ બાબતે આ જ વિસ્તારમાં રહેતા સુલેમાન ઈસ્માઈલ નામના શખ્સ સાથે બોલાચાલી થઇ હતી. જે અંગેના ચાલી રહેલા મનદુઃખ વચ્ચે ફરિયાદી અયુબભાઈના પાસે પાણીની પાઈપ લાઈન નાખવાના ચાલી રહેલા કામકાજ દરમિયાન સુલેમાની સ્માઈલસાથે જુસબ ઈસ્માઈલ, મુસા ઈસ્માઈલ અને સાદિક જુસબ નામના ચાર શખ્સો ધસી આવ્યા હતા.

પાવડા તથા લાકડાના ધોકા સાથે ધસી આવેલા ચારેય શખ્સોએ ફરિયાદી અયુબભાઈને ગાળો કાઢી, બેફામ માર મારી, ફેકચર સહિતની નાની-મોટી ઈજાઓ પહોંચાડી હતી. એટલું જ નહીં આરોપી શખ્સોએ ફરિયાદીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી પણ આપતા આ બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં આઈ,પી.સી. કલમ ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬,૧૧૪ તથા જી.પી, એકટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

સામા પક્ષે આ જ વિસ્તારમાં રહેતા સુલેમાનભાઈ ઈસ્માઈલભાઈ ભેંસલિયા નામના ૪૧ વર્ષના મુસ્લિમ યુવાને અબ્દુલ ગફૂર ઈસ્બાની, લાંબો ગફુર ઈસ્બાની, અયુબ ગકૂર અને સફીના ગફર સામે દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી પોતાના ઘર પાસે જેસીબી મશીનની મદદથી પાણીની પાઈપલાઈન નાખવા માટે ખોદકામ કરી રહ્યા હતા, ત્યારે આરોપીઓએ આ સ્થળે આવીને કહે કે તમે ખોદકામ કરો છો તેથી ચાલવામાં તકલીફ પડે છે અને રસ્તો બંધ થઈ જાય છે. આ બાબતે ઝઘડો વધુ વકરતા આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઇપ વડે હુમલો કરતા ફરિયાદી સુલેમાનભાઈને પગમાં ફેકચર સહીતની ઈજાઓ થવા પામી હતી, આ બનાવ અંગે દ્વારકા પોલીસ જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. પી.બી, ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.

આરંભડામાં પરપ્રાંતીય યુવાનનું અપમૃત્યુ

આરંભડા ખાતે મૂળ ઝારખંડ રાજ્યના ગૌડા જિલ્લાના રહીશ બિરેન્દ્ર હાકીમ કેમ્બ્રમ નામના ૨૮ વર્ષના આદિવાસી યુવાનની નાદુરસ્ત તબિયત વચ્ચે તમને ખેંચ આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણ રાજેશ મોહનલાલ સોરેનએ મીઠાપુર પોલીસને કરી છે.

ખંભાળિયાના યુવાન ઉપર હુમલો

ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતા અને ઈંટો બનાવવાનો ભઠ્ઠી ચલાવતા જયેશભાઈ પરસોત્તમભાઈ સોલંકી નામના ૨૪ વર્ષના યુવાનને વાળ હટાવવાની બાબતે બોલાચાલી કરી, ધરમપુર વિસ્તારમાં રહેતા પ્રવીણ સાજણ ગઢવી અને સાજણ ગઢવી નામના બે શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, લાકડીઓ વડે માર મારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

(1:02 pm IST)