Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

જામનગર સાંસદ પૂનમબેન માડમ ઇન્ટરપાર્લીયામેન્ટ સેશનમાં ભાગ લેવા સ્પેન જવા રવાના

જામનગર,તા. ૨૩ : સ્પેન ખાતે યોજાનાર ઇન્ટરપાર્લીયામેન્ટ યુનીયન સેશનમાં ભારતનું પ્રતિનિધીત્વ કરવા માટે જામનગર સાંસદશ્રી પૂનમબેન માડમની પસંદગી થતા સ્પેન ખાતે સેશનમાં ભાગ લેવા માટે દિલ્હી રવાના થયેલ છે.

તા. ૩૦/૧૧/૨૦૨૧ સુધી સાંસદશ્રી ઇન્ટરપાર્લીયામેન્ટ યુનીયન સેશનમાં સ્પેન ખાતે હાજર રહેનાર હોવાથી જામનગરમાં મળી શકશે નહીં આઇ.પી.યુ સેશન દરમ્યાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા ખાતે સંસદસભ્યશ્રીના કાર્યાલય સવારે ૯:૩૦ થી રાત્રે ૮:૩૦ સુધી રાબેતા મુજબ કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય : નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સીનેમા પાસે, જામનગર (ફોન નં. ૦૨૮૮-૨૬૭૬૬૮૮, ૨૬૭૦૧૦૦, ખંભાળીયા કાર્યાલય : પોસ્ટ ઓફિસ રોડ (ફોન. ૦૨૮૩૩ -૨૩૩૩૮૮)નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.

(1:03 pm IST)