Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

સાવરકુંડલામાં 'આપ' દ્વારા વિજયોત્સવ

સાવરકુંડલા : કેન્દ્ર સરકારે કૃષીબીલ પાછુ ખેંચવાની જાહેરાત કરતા સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય આમ આદમી પાર્ટી દ્વારા રિધ્ધી સિધ્ધીના મહાદેવ ચોક ખાતે ખેડૂતોનો વિજય ગણી વિજયોત્સવ ઉજવ્યો હતો. અહીં આપનાં કાર્યકર્તાઓ દ્વારા જય જવાન જય કિસાનના નારા લગાવી ફટાકડા ફોડી ખેડૂત વિજયોત્સવ મનાવ્યો હતો. (તસ્વીર - અહેવાલ : દિપક પાંધી -સાવરકુંડલા)

(1:03 pm IST)