Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ગુજસીટોક અને અમરેલીનાં લુવારા પ્રકરણના આરોપી અશોક બોરીચા પાસેથી જેલમાંથી સ્માર્ટફોન મળ્યો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૩ : જીલ્લા જેલમાં પ્રતિબંધીત  મોબાઇલ વિવો કંપની, સેમસંગ ચાર્જર તેમજ સીમકાર્ડ ગેરકાયદેરસ ઘુસાડતા આરોપી અશોક જયતાભાઇ બોરીચા, પ્રતાપ ભીમભાઇ પટગીર, ઘનશ્યામભાઇ વિરજીભાઇ સોલંકી, મહેશ ઉર્ફે મહિલો રમેશભાઇ સાકરીયા સામે ઇન્ચાર્જ જેલર અર્જુનસિંહ પરમારે અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજસીટોકના આરોપી અને લુવારા પ્રકરણના આરોપી અશોક બોરીચા પાસેેથી સ્માર્ટ મોબાઇલ મળી આવતા એસપીશ્રી નિર્લિપ્ત રાયે આ મોબાઇલ કેવી રીતે જેલમાં આવ્યો તેની તપાસ માટે સીટની રચના કરી અને તપાસ ડીવાયએસપીશ્રી જગદીશસિંહ ભંડારીને સોંપી છે.

પુરવઠાનો જથ્થો સીઝ

કલેકટરશ્રી અમરેલીના આદેશથી જીલ્લામાં છેલ્લા છ માસમાં જીલ્લા પુરવઠા કચેરી, અમરેલી દ્વારા મોટા પાયે તપાસણી અને કાર્યવાહી કરી લાખોની રકમનો જથ્થો સીઝ અને રાજયસાત કરવામાં આવ્યો હતો.

(1:03 pm IST)