Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

રહીમ નોડેએ ૧૦ કરોડનો ડ્રગ્સનો જથ્થો જામનગરના બેડી બંદરે સંતાડી દીધો'તો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૩ :.. ડ્રગ્સના ગુન્હામાં પોલીસે ૪ આરોપીઓની અટક કરવામાં આવેલ તથા તેઓના રીમાન્ડ લેવા માટે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે દિન ૧૦ના રીમાન્ડ મંજૂર કરેલ. આ પકડાયેલ આરોપીઓની રીમાન્ડ દરમ્યાન પુછપરછ કરતા જાણવા મળેલ કે પકડાયેલ આરોપી રહીમ હાજી અકબર જાતે નોડે, (ઉ.વ.૩પ) રહે. ગામ જોડીયા, મોટા વાસ, બંદર રોડ, તા. જોડીયા, જી. જામનગર વાળાએ આ ગુનામાં અગાઉ પકડાયેલ આરોપી અનવર ઉર્ફે અન્નુ મુસ્સાભાઇ પટેલીયાની સાથે બોટ લઇ જખૌના દરીયામાંથી હેરોઇનનો જથ્થો લાવેલ હતો.

આ જથ્થામાંથી અમુક જથ્થો રહીમ હાજીનાએ પોતાની પાસે સંતાડી રાખેલ હોવાનું જણાવતા, એ.ટી.એસ.ની ટીમે લોકલ પોલીસને સાથે રાખી આ રહીમ હાજીના જણાવ્યા મુજબ તેને સાથે રાખી જામનગર, બેડી રોડ ખાતેથી વધુ ર કિલો હેરોઇનનો જથ્થો શોધી કાઢી તપાસાર્થે કબજે કરેલ છે જેની કિંમત આશરે રૂ. ૧૦ કરોડની થાય છે. એ.ટી.એસ.એ આ અંગે વધુ તપાસ ચાલુ કરેલ છે.

જામનગરમાં એ.ટી.એસ અને એસ.ઓ.જી.એ મોરબીના ઝીંઝુડા થી ઝડપાયેલ વૃક્ષ ના આરોપી રહીમને સાથે રાખી જામનગરમાં બેડી મરીન પોલીસ સ્ટેશન નજીક દરિયાઇ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રિમાન્ડ દરમિયાન જામનગરના દરિયાઇ વિસ્તારમાં સંતાડાયેલ બે કિલો આસપાસ ૧૦ કરોડની કિંમતનો હેરોઈન નો જથ્થો મળી આવ્યો છે. મોડી સાંજે આરોપી રહીમ ને લઈને બેડી મરીન પોલીસ સ્ટેશનમાં હેરોઇનના જથ્થાનું પંચ રોજકામ કરી ATS વધુ તપાસ માટે લઇને રવાના થઇ છે.(તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:05 pm IST)