Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

જામનગરમા ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલે સામાજિક અને સમાજના આગેવાનો તેમજ ખોડલધામના હોદ્દેદારો સાથે મીટીંગ યોજી

મુલાકાત દરમિયાન કોઈપણ રાજકીય લોકો ને મળ્યા નહોતા માત્ર સમાજ સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩  જામનગરમા ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલે સામાજિક અને સમાજના આગેવાનો તેમજ ખોડલધામના હોદ્દેદારો સાથે મીટીંગ યોજી હતી.

જ્યારે નરેશભાઈ પટેલે જામનગર શહેરમાં અનેક જગ્યાએ સમાજ અને આગેવાનોની ઓફિસ તેમજ નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. જ્યારે મુલાકાત દરમિયાન કોઈપણ રાજકીય લોકો ને મળ્યા નહોતા અને સમાજ સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરી હતી.તેમજ સામાજિક આગેવાનો અને કાર્યકરો સાથે પણ મુલાકાત યોજી હતી.

જામનગરમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન નરેશ પટેલે જામનગરની મુલાકાત લીધી હતી જે દરમ્યાન રણજીતનગર પટેલ સમાજ તેમજ સમાજના સામાજિક આગેવાનો અને શ્રેષ્ઠીઓની પણ મુલાકાત લીધી હતી તેમજ ખોડલધામના પાયાના કાર્યકરો અને પૂર્વ હોદ્દેદારો સાથે પર મિટિંગ યોજી હતી.

ત્યારબાદ જામનગર જિલ્લા ખોડલધામ સમિતિ ની કાર્ય મુલાકાત લીધી હતી તે દરમ્યાન ખોડલધામ સમિતિના કન્વીનર તથા મહિલાઓ પણ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતી.જ્યારે નરેશ પટેલ સમાજના વિવિધ કાર્યોની મુલાકાત લીધી અને સમાજને પડતી મુશ્કેલીઓની પણ ચર્ચા કરી હતી

    નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે

આજે લેઉવા પટેલ સમાજ જામનગર મુલાકાતે આજે કારોબારી સમિતિ સાથે જ્યારે ખૂબ આનંદની વાત છે કે ઘણા સમય પછી આ નવી કારોબારી અને પ્રમુખ સહિત બધાને અભિનંદન જ્યારે આવડા મોટા ફેરફારો અને નવી દ્રષ્ટિથી એક નવા સમય પ્રમાણે સમાજ કેવો  હોય અને આગળની પણ દિવ્ય દ્રષ્ટિ જે પ્રમાણે ચર્ચા થઈ જેમાં સ્કૂલ ને ફેરવણી તેમજ સમાજને વધુને વધુ કામ આવે આ જગ્યા જ્યારે લગભગ 50 વર્ષ પહેલા વડીલો દ્વારા વિઝનથી આ જગ્યા લીધી હોય અને અત્યારનો કારોબારી દ્વારા આગળનું વિઝનથી જોઈ આટલો મોટો ફેરફાર કરી સમાજને ઉપયોગી થાય તે માટેની કાળજી રાખી આટલું સરસ ડેવલોપમેન્ટ કરવા બદલ અભિનંદન અને ખૂબ વધારે આગળ વધો તેવી પ્રાર્થના તેઓ નરેશભાઇ પટેલે જણાવ્યું હતું

    નરેશભાઈ પટેલ જામનગરમાં અલગ-અલગ પાંચથી વધુ જગ્યાએ મીટીંગ યોજી આગેવાનના નિવાસસ્થાને જઇ મીટીંગો અને સૂચનો તેમજ સમાજને પડતી મુશ્કેલી ના પ્રશ્નો પણ સામે આવ્યા હતા તેની પણ ચર્ચા થઈ હતી જ્યારે શહેરમાં પાંચથી વધુ બેઠકો યોજી હતી.(તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)

(2:16 pm IST)