Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

રાજકોટ - ગોંડલ હાઇવે ઉપર આવેલા ભોજપરા ગામ પાસે ભયંકર અકસ્માત : બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઘટનાસ્થળે ત્રણ સ્ત્રી બે પુરુષ સહિત ૫ વ્યક્તિના મોત : ૨ ને ઈજા

ગોંડલ :::રાજકોટ -  ગોંડલ  હાઇવે ઉપર આવેલા ભોજપરા ગામ પાસે ભયંકર અકસ્માત થયો છે. એક બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઘટનાસ્થળે ૫ વ્યક્તિના મોત નિપજયા છે. 

     ૨ ને ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ છે અકસ્માતની જાણ થતા ગોંડલ નગરપાલિકા અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઇ છે ઇજાગ્રસ્તો ને સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ છે

ગોંડલના ભોજપરા પાસે અકસ્માત સર્જાતા ૫ ના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે અકસ્માત કારનું ટાયર ફાટતા સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે આ અકસ્માતમાં ૩ મહિલા અને ૨ પુરુષના મોત થયા છે જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડેલ છે વેરાવળ અમદાવાદ રૂટની એસટી બસ નંબર (જી.જે.૧૮ ઝેડ ૪૧૭૮ ) ની બસ ને આ અકસ્માત નડયો હતો કારનું ટાયર ફાટતા  ડિવાઈડર ટપીને કાર સામેના રોડ ઉપર પડી હતી અને એસટી બસ સાથે અથડાઈ હતી જેના કારણે એસટી બસના આગળના ભાગના કાચ પણ તૂટી ગયા હતા (તસવીર - અહેવાલ : ભાવેશ ભોજાણી ગોંડલ)

 

 

(5:28 pm IST)