Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મોરબીની પંચાસર ચોકડીએ યુવાનની હત્યા કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો

હત્યાના ગુન્હામાં સંડોવાયેલ રીઢો ગુનેગાર ;પ્રોહીબીશન સહિતના આઠ ગુન્હામાં સામેલ.

મોરબીની પંચાસર ચોકડીએ સોમવારે મોડી રાત્રીના સમયે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા નીપજાવી હોય જે હત્યાના બનાવ મામલે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી હતી જેમાં આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે તો ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર હોવાનું પણ જાણવા મળ્યું છે
મોરબીમાં એક બાદ એક હત્યાના બનાવમાં પંચાસર ચોકડીએ ખૂની ખેલ ખેલાયો હતો જેમાં મોટરસાયકલ અથડાવવા જેવી બાબતે એક ઇસમેં યુવાનને ગાળો આપતા ગાળો બોલવાની ના પાડતા નવઘણભાઈ અજાણા નામના યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવાતા યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું જે બનાવ મામલે વાવડી રોડ ભગવતીપરા વિસ્તારના રહેવાસી મનુભાઈ પાચાભાઇ અજાણ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના ભત્રીજા નવઘણ હરેશભાઈ અજાણાને પંચાસર રોડ પર મોહસીન ઉર્ફે ગજની કરીમ પિંજારા( રહે પંચાસર રોડ ઘાંચી શેરી વાળા) એ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેતા યુવાનનું મોત થયું હતું આરોપી ગાળો આપતો હોય જે ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને મોહસીન ઉર્ફે ગજની કરીમ પિંજારા નામના શખ્શે યુવાનને  તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેતા ગંભીર ઈજાને પગલે યુવાનનું મોત થયું હતું જે હત્યા કરી આરોપી ફરાર થયો હતો તો પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લીધો છે ઝડપાયેલ આરોપીના ગુનાહિત ઈતિહાસ વિષે પણ પોલીસ પાસેથી માહિતી પ્રાપ્ત થઇ હતી.
હત્યાનો આરોપી રીઢો ગુનેગાર, પ્રોહીબીશન સહિતના આઠ ગુન્હામાં સામેલ.
હત્યાના ગુન્હામાં પોલીસે આરોપી મોહસીન ઉર્ફે ગજની કરીમ પિંજારા નામના ઈસમને ઝડપી લીધો છે જે આરોપી રીઢો ગુનેગાર હોવાનું ડીવાયએસપી રાધિકા ભારાઈએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું જે આરોપી વિરુદ્ધ શરીર સંબંધી તેમજ પ્રોહીબીશનના આઠ ગુન્હામાં સંડોવાયેલ હોવાની માહિતી પોલીસે આપી હતી

(9:39 pm IST)