Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીના મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો.

મોરબી શહેરની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતી કુખ્યાત મહિલા બુટલેગરના રહેણાંક મકાનેથી પોલીસે દેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો છે

મોરબી બી ડીવીઝન પોલીસે બાતમીને આધારે માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતી સોનલબેનના રહેણાંક મકાને દરોડો કર્યો હતો જેમાં ઘરમાંથી ૧૬૫ લીટર દેશી દારૂ કીમત રૂ ૩૩૦૦ મળી આવતા પોલીસે દેશી દારૂના જથ્થા સાથે આરોપી ઈદરીશ દાઉદ મોવર રહે ઇન્દિરાનગર મોરબી ૨ વાળાને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.

(9:45 pm IST)