Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

ભાવનગર અમદાવાદ હાઈવે લોહિ તરસ્યો બન્યો: અકસ્માતમાં બેના સ્થળ ઉપર મૃત્યુ પીપળી વટામણ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: કારનો કચ્ચરધાણ

ભાવનગર :વહેલી સવારે ભાવનગર અમદાવાદ હાઈવે લોહિયાળ બન્યો છે. આજે સવારે ભાવનગર અમદાવાદ હાઇવે પર થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં ૨ લોકોના મોત નિપજ્યા છે. પીપળી વટામણ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જે કારને અકસ્માત  થયો છે તે તેલંગાણા પાસિંગની કાર હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીપળી વટામણ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. કારના આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. જોકે, આ કાર તેલંગણા  પાસિંગની હોવાનું સામે આવ્યું છે. તેલંગાણા પાસિંગની કારમાં ૫ લોકો સવાર હતા. જેમાંથી 2 લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે.

(4:57 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,198 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,54,744 થઇ :એક્ટિવ કેસ 1,82,205 થયા: વધુ 14,675 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,14 ,738 થયા :વધુ 144 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,365 થયા access_time 12:51 am IST

  • દિલ્હી એરપોર્ટ ઉપરથી કરોડોનું હેરોઈન ઝડપાયું: કરોડો રૂપિયાની કિંમતના ૯.૮ કિલો હેરોઇનના જથ્થા સાથે યુગાન્ડાના બે નાગરિકો દિલ્હી એરપોર્ટ થી ઝડપાઈ ગયા છે. access_time 4:44 pm IST

  • કોરોના રસીનો પ્રતાપ કે નવી નેતાગીરીનો ચમત્કાર ? અમેરિકામાં કોરોના કેસમાં ધીમો ઘટાડો આજે પણ ચાલુ રહ્યો : આજેઅમેરિકામાં પોણા બે લાખથી પણ નીચે નવા કોરોના કેસોનો આંક ચાલ્યો ગયો, સતત ત્રીજા દિવસે બે લાખથી નીચે કેસ રહ્યા, છેલ્લા ૨૪ કલાકમાં યુએસએમાં કોરોનાએ ૩,૫૦૦ના જીવ લીધા: ઈંગ્લેન્ડમાં પણ કોરોનાના નવા ૩૩ હજાર કેસ નોંધાયા અને ૧૪૦૦ ના મૃત્યુ: બ્રાઝિલમાં એકધારા ૬૦ હજાર ઉપર રોજ કેસ નોંધાય છે, આજે ૬૧,૦૦૦ કેસ નોંધાયા: ફ્રાન્સમાં ૨૪ હજાર અને રશિયામાં વીસ હજાર નવા કોરોના કેસ નોંધાયા: ઓસ્ટ્રેલિયામાં ૨૪ કલાકમાં માત્ર ત્રણ નવા કેસ થયા છે: જ્યારે ચીનમાં ૮૦ હોંગકોંગમાં ૮૧ અને યુનાઈટેડ આરબ અમિરાત/દુબઈમાં આજે ૩૫૦૦ નવા કેસ નોંધાયા છે: ભારતમાં ૧૫ હજાર આસપાસના નવા કેસ નોંધાયા, જ્યારે ૧૫૫ મૃત્યુ થયા, સાથોસાથ સોળ હજાર કોરોના દર્દીઓ સાજા પણ થયા છે. access_time 3:52 pm IST