Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

કાલે વાંકાનેરમાં રાષ્‍ટ્રીય મતદાતા દિવસની વર્ચ્‍યુઅલી ઉજવણી કરાશેઃ મિટીંગમાં ચર્ચા-વિચારણા

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૪ :.. કાલે તા. રપ-૧-ર૦રર ના રોજ રાષ્‍ટ્રીય મતદાતા દિવસ તરીકે સમગ્ર દેશમાં વર્ચ્‍યુઅલ ઉજવણી થનાર છે. ત્‍યારે આ સંદર્ભેની ૬૭ વાંકાનેર વિધાનસભા મત વિસ્‍તારની વર્ચ્‍યુઅલ ઉજવણી સંબંધે તાલુકા સેવા સદન ખાતે આજ રોજ મીટીંગનું આયોજન મતદાર નોંધણી અધિકારી એ. એચ. શિરેસીયાના અધ્‍યક્ષ સ્‍થાને કરવામાં આવેલ હતું.
આ મીટીંગમાં રાષ્‍ટ્રીય મતદાતા દિવસની વર્ચ્‍યુઅલ ઉજવણીના આયોજનના ભાગરૂપે મતદાર વિભાગની સરકારી ઓફીસ, ઉચ્‍ચતર શૈક્ષણીક સંસ્‍થાઓ, કોલેજ, એનસીસી, એનએસએસ અને એનજીઓ માં રાષ્‍ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવ્‍યુ હતું જેમાં ૧૮ વર્ષ કે તેથી વધુ વયના મતદારો નાગરીકો આ રાષ્‍ટ્રીય પર્વની ઉજવણીમાં વધુમાં વધુ જોડાય તે માટેના પ્રયાસો હાથ ધરવા તેમજ જિલ્લા કક્ષાએ તથા રાજય કક્ષાએ પણ આ ઉજવણી થનાર હોય કાર્યક્રમની લીંક અત્રેથી પ્રસારિત કરવામાં આવશે જેમાં વધુમાં વધુ મતદારોએ જોડાવા માટે અધ્‍યક્ષશ્રીએ આહવાન કરેલ હતું.

 

(10:30 am IST)