Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ગોળની મોસમ આવીઃ સૌરાષ્‍ટ્રમાં ચીચોડા ચાલુ

રાજકોટ જિલ્લાના ગોળ ઉત્‍પાદક સુરેશભાઇ લુણાગરિયા કહે છે મોંઘવારીના કારણ કિલોએ રૂા. ૧૦ જેટલો ભાવ વધારોઃ ગોળ બનાવતી વખતે દેશી ઘી-સૂકોમેવો ઉમેરી વધુ સ્‍વાદિષ્‍ટ બનાવી શકાય

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ખાતે સુરેશભાઇ લુણાગરીયાના સરદાર ફાર્મ પર સંપૂર્ણ પ્રાકૃતિક પધ્‍ધતીથી ઉગાડેલી શેરડીમાંથી ચાલતી ગોળ બનાવવાતી પ્રક્રિયાની તસ્‍વીરી ઝલક.
રાજકોટ તા. ર૪ :.. શિયાળાની જમાવટ સાથે ગોળની મોસમના મંડાણ ગયા છે, સૌરાષ્‍ટ્રમાં ગોળ બનાવવા માટે શેરડીના ચીચોડા શરૂ થઇ ગયા છે. ગીર સોમનાથ પંથકમાં ગોળ ગયા છે. ગીર સોમનાથ પંથકમાં ચાલે છે. બનાવવાની પ્રવૃતિ વ્‍યાપક પ્રમાણમાં ગોળ ઉત્‍પાદનને સિવાઇ સૌરાષ્‍ટ્રમાં છૂટાછવાયા ગોળ ઉત્‍પાદન સ્‍થાનો છે. કાંરભા, મોંઘવારી, મંદી વગેરે બાબતો - ગોળના વ્‍યવસાય પર અસર કરી રહી છે.
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીમાં સરદાર ફાર્મ નામથી ગોળ ઉત્‍પાદન અને વેંચાણ કરતા રાજકોટ ડેરીના ડીરેકટર સુરેશભાઇ લુણાગરિયા (મો.) કહે છે મકર સંક્રાંતિ પછી ગોળઓ ચીચોડો ચાલુ થઇ ગયો છે.મોટાભાગે જયાં શેરડીનું ઉત્‍પાદન થતુ હોય ત્‍યાં જ ગોળ બનાવવા માટે ચીચોડો ચલાવવામાં આવે છે. ગોળનો પાક ૭ થી ૧૦ મહિનામાં તૈયાર થાય છે. ગોળ ઉત્‍પાદનની કામગીરી જાન્‍યુઆરી મે માસ સુધી ચાલે છે. અને સંપૂર્ણ દેશી પધ્‍ધતિથી શેરડીનું વાવેતર અને ગોળ ઉત્‍પાદન કરીએ છીએ. પડતર કિંમત વધાવાથી આ વખતે કિલોએ રૂા. ૧૦ ના વધારા સાથે ૭૦ રૂપિયે કિલો લેખે ડબ્‍બા અને ભીલા બનાવવામાં આવે છે. દરરોજ ર૦ થી રપ માણસો કામ કરતા હોય તો રોજનો ૩૦ થી ૪૦ મણ ગોળ બની શકે. ગોળમાં દેશી ઘી, સૂકોમેવો વગેરે ઉમેરી વધુ સ્‍વદિષ્‍ટ બનાવી શકાય છે.

 

(10:32 am IST)