Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ફોગની કલેકટર સાથે બેઠક યોજાઈઃ લઘુમતી સમાજના વિવિધ પ્રશ્નોની ચર્ચા

(ધર્મેશ કલ્યાણી દ્વારા), જસદણ, તા.૨૪: રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતિ સમાજના પ્રમુખ અને જસદણ ભાજપના અગ્રણી સહિતના લોકોની રાજકોટ કલેકટર સાથે વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવા બેઠક યોજાઇ હતી.

રાજકોટ કલેકટર ઓફીસ ખાતે કલેકટર  અરૂણબાબુ  સાથે રાજકોટ જીલ્લાની ૧૫ મુદા અમલીકરણ સમિતિના જીલ્લાના સભ્યો નિલેશભાઈ દોશી, અલ્લાઉદીન ફોગ તેમજ શહેર માંથી એજાઝબાપુ બુખારી સાથે લઘુમતીમાં આવતા સમાજના પ્રસનોને લઈ મીટીંગ યોજેલ હતી. આ તકે કલેકટર  અરુણબાબુએ  જણાવેલ કે સમાજ કલ્યાણ વિભાગમાં ૧૫ મુદા અમલીકરણ સમિતિના લઘુમતી સમાજના પ્રસનો સ્કોલરશિપ, જાતીના દાખલા, માનવગરીમાં યોજના, આવાસ યોજના તેમજ  સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઘુમતી સમાજના છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે સમાજ કલ્યાણ વિભાગ આવતા દિવસોમાં કામ કરે છે.વધુમાં જણાવેલકે ૧૫ મુદા અમલીકરણ સમિતિની મીટીંગ ટુક સમયમાં રાખી લઘુમતી સમાજના એજન્ડા મુજબ કામગીરી કરવા ૧૫ મુદા અમલીકરણ સમિતિના સભ્યો નિલેશભાઈ દોશી, અલ્લાઉદીન ફોગ તેમજ એજાઝબાપુ બુખારી સાથે આ મિટિંગમાં ચર્ચા વિચારણા કરેલ હતી.

(11:03 am IST)