Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ઉનાઃ ગુમ થયેલી યુવતીના મળેલા મૃતદેહને પી.એમ. માટે જામનગર મોકલ્‍યો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૪ :.. તાલુકાના રાતડ ગામે ૪ દિવસ પહેલા ગુમ થયેલી યુવતીનો મૃતદેહ વાડીના કુવામાંથી  મળતા મૃતદેહ બહાર કાઢી જામનગર પી. એમ. લઇ જવાયેલ છ.ે
ઉના તાલુકાનાં રાતડ ગામે રહેતા મહેશભાઇ જાદવભાઇ મેવાડાએ પોલીસમાં જાહેરાત કરી છે. તેમની બહેન ભારતીબેન જાદવભાઇ મેવાડા (ઉ.વ.૧૯) રે. રાતડ વાળી ગત તા. ૧૯ મીએ સવારે તેના ઘરેથી ખેતરે ડુંગળી ઉપાડવામાં મંજૂરી કામે ગઇ હતી. જે પરત ના ફરતા તેના પરિવારે શોધખોળ શરૂ કરેલ અને ભારતીબેન જે વાડીએ મજૂરી કામે ગઇ હતી. ત્‍યાં સવારે ૯-૩૦ કલાકે કુવામાં યુવતીની લાશ તરતી હોય તેની જાણ થતા ગામના લોકો પરિવાર સાથે કુવામાંથી યુવતીની લાશ બહાર કાઢતાં ભારતીબેન જાદવભાઇ મેવાડાની ઓળખ થતા લાશ શંકાસ્‍પદ જણાતા પ્રથમ ઉના અને જામનગર મેડીકલ કોલેજમાં પોસ્‍ટ મોર્ટમ કરવા લઇ જવાઇ છે. પોલીસે હાલ પોલીસે અકસ્‍માતે મોતની નોંધ કરી પી. એમ. રીપોર્ટ આવ્‍યા બાદ મૃત્‍યુનું ખરૂ કારણ જાણવા મળશે. (પ-૯)

 

(11:08 am IST)