Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

લીંબડીના રળોલમાં ૭ વર્ષથી પ્રેકટીસ કરતાં બોગસ ડોકટર ઝડપાયો

વઢવાણ,તા.૨૪: લીંબડી તાલુકાના રળોલ ગામે એક શખ્સ તબીબ ન હોવા છતાં છેલ્લા ૭ વર્ષથી પ્રેકટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમી SOG ટીમને મળતા આરોગ્ય વિભાગને સાથે રાખી રેડ કરાઈ હતી.

 જેમાં પશ્ચિમ બંગાળનો શખ્સ કોઈપણ પ્રકારના સર્ટીફીકેટ વગર લોકોને તપાસતો હોવાનું ધ્યાને આવ્યું હતું. આ શખ્સ પાસેથી રૂપીયા ૧૦,૨૬૨ની કિંમતની દવાઓ ઝડપી લઈ તેની સામે પાણશીણા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પંથકો જાણે બોગસ તબીબો માટે ઘર બની ગયુ હોય તેમ બોગસ તબીબો ગામડાઓમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે લીંબડી તાલુકામાં પેટ્રોલીંગ કરી રહેલા SOG ટીમના યોગેન્દ્રસીંહ ચુડાસમા, મહીપાલસીંહ રાણા, મગનભાઈ રાઠોડ સહીતનાઓને લીંબડી તાલુકાના રળોલ ગામે બોગસ તબીબ હોવાની માહીતી મળી હતી. આથી રળોલ PHCના ઈન્ચાર્જ મેડીકલ ઓફીસર હર્ષીત સોલંકીને સાથે રાખી લ્બ્ઞ્ ટીમે દરોડો કર્યો હતો. જેમાં તબીબી પ્રેકટીસ કરતા પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લાના તાદેરપુર તાલુકાના મુગરાઈલ ગામના ૪૨ વર્ષીય પરીતોષ દુલાલ રોય પાસે મેડીકલ પ્રમાણપત્ર માંગતા તેની પાસે આવુ કોઈ પ્રમાણપત્ર હતુ નહી. આથી પોલીસે પરીતોષ દુલાલ રોયને રૂપીયા ૧૦,૨૬૨ની કિંમતની એલોપેથી દવાઓ સાથે ઝડપી લીધો હતો. પશ્ચિમ બંગાળના આ શખ્સ સામે પાણશીણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી વધુ તપાસ લ્બ્ઞ્ ચલાવી રહી છે.

(11:43 am IST)