Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

વાંકાનેરના આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર-માટેલને યાત્રાધામ બનાવવા અને સ્કુલ માટે રજુઆત કરાશે

સરપંચ તરીકે જયાબેન હર્ષદભાઇ દુધરેજીયાએ ચાર્જ સંભાળ્યો

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર,તા.૨૪: વાંકાનેર તાલુકાના જગ વિખ્યાત માટેલ મા આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલમંદિર મા ઘણા વર્ષોથી સેવા બજાવતા એવા હર્ષદભાઈ ( મુનાભાઈ ) ના ધર્મપત્ની જયાબેન હર્ષદભાઈ દુધરેજીયા ( મુનાભાઈ) જેવો માટેલ ની સરપંચની ચૂંટણીમાં (૪૩૯ મત ની સારી) લીડથી વિજય પામેલ જેવોએ શનિવારના રોજ બપોરે ૧ વાગ્યે મોરબી ના ચૂંટણી અધિકારી શ્રી રાણીપા મનસુખભાઈ અને તલાટી મંત્રી  વી, ડી, ધરજીયા ના હસ્તે માટેલ ના સહુ અગ્રણીયો, હોદેદારો, અને ઉપ સરપંચ જીતુભાઈ વિઝવાડીયા તથા ગ્રામજનો ની ઉપસ્થિતિમા સરપંચ નો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રંસગે સરપંચ  મુનાભાઈ એ કહેલ કે માટેલધરા મા આવેલ જગ વિખ્યાત આઇશ્રી ખોડિયાર માતાજીનુ દિવ્ય ભવ્ય અને સૌનું આસ્થા નુ પ્રતીક આ મંદિર છે બીજા દરેક તીર્થધામ મા સરકારશ્રી દ્વારા વિકાસ થઈ રહયો છે તો જગ વિખ્યાત આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર માટેલધરા ખાતે એક સરસ પીકનીક ગાર્ડન બંને અને આ જગ્યાનો વિકાસ તીર્થધામ મા થાય ઈ માટે અમો ગાંધીનગર સુધી રજુવાત કરીશું અને નાનું એવું માટેલ ગામ હોય બાળકોના અભ્યાસ માટે કોઈ સુવિધા નથી જે માટે જરૂર પ્રયત્નો શિક્ષણમંત્રી શ્રી ને અમો કરીશું અને બધા યાત્રાધામ ની જેમ માટેલધરા નો વિકાસ થાય એવી સમગ્ર માટેલધરા ના ગ્રામજનોની માંગણી પણ છે સરપંચ નો ચાર્જ સંભાળ્યો હતો. આઇશ્રી ખીડીયાર માતાજી ના આશીર્વાદ મેળવ્ હતા અને ધજારોહણવિધિ કોરોના ની ગાઈડ લાઈન મુજબ સાદાય થી કરવામાં આવેલ મહંત શ્રી રણછોડદાસબાપુ, શ્રી ખોડીદાસબાપુ, શ્રી જગદીશબાપુ, મુનાભાઈ, વિશાલભાઈ રણછોડદાસબાપુ એ સરપંચ બનતા  જયાબેન હર્ષદભાઈ દુધરેજીયા  મુનાભાઈ) ને આશીર્વાદ સાથે શુભકામના મંદિર દ્વારા પાઠવેલ હતી.

(11:45 am IST)