Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

વંથલીના ડબલ મર્ડરમાં બાળ આરોપી પણ સામેલ

ઓળખ પરેડ, સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૨૪: વંથલીના ડબલ મર્ડરમાં બાળ આરોપી પણ સામેલ હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

વંથલી તાલુકાનો સેંદરડા વાડી વિસ્તારમાં રાજાભાઇ જીલડીયા અને તેમના પત્ની મલુબેનની હત્યા અને રૂ.૭ લાખની માલમતાની લુંટમાં પકડાયેલ પ્રેમચંદ દીપા કલારા, અર્જુન પ્રતાપ બારીયા અને રાકેશ  જવાભાઇ બારીયા હાલ પાંચ દિવસના રીમાન્ડ પર છે.

જુનાગઢના મહિલા પોલીસ કર્મીના માતા-પિતાની હત્યામાં ચોથો આરોપી સગીર હોવાનું પ્રકાશમાં આવેલ છે. ૧૮ વર્ષથી નીચેના બાળ આરોપીની હજુ ધરપકડ થઇ નથી.

બેવડી હત્યા અને લુંટની સનસનીખેજ ગઇકાલે ત્રણેય શખ્સોની પ ઓળખ પરેડ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે ત્રિપુટીને ઘટના સ્થળે લઇ જઇ બનાવનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.

આ ઘટનામાં પોલીસે વધુ રૂ.૧.ર૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો હોવાનું જાણવા મળેલ છે.

(11:46 am IST)