Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં સિકયોરિટી વિભાગમાં ફરજ બજાવતી ૧૮ વર્ષીય યુવતીનો આપઘાત

ઉપલેટા,તા.૨૪:  શહેરના બસ સ્ટેન્ડના સામેના વિસ્તારમાં રહેતી અને ઉપલેટા સિવિલ હોસ્પિટલના સિક્યોરિટી વિભાગમાં કામ કરતી એક ૧૮ વર્ષીય યુવતીએ બપોરના સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી ત્યારે યુવતીની આત્મહત્યાની ઘટના અંગે જાણ થતાં તુરંત ઉપલેટા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતક યુવતીની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 વિગતો અનુસાર  બસ સ્ટેન્ડના સામેના વિસ્તારમાં માતા-પિતાના અશરા વગર રહેતી બે બહેનો માંથી મોટી ૧૮ વર્ષીય પાયલ પ્રફુલભાઈ વાવણી નામની યુવતીએ પોતાના ઘરે બપોરના સમયે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી જેમાં આત્મહત્યા કરનાર યુવતી માતા-પિતાના આશરા વગરની હતી જેથી જાતે કામ કરી અને કમાઈને પોતાનું અને પોતાની નાની બહેનનું ભરણ પોષણ કરતી અને ગુજરાન ચલાવતી હતી ત્યારે માતાપિતા વગરનું જીવન બન્ને યુવતીઓ માંથી મોટી યુવતી પાયલે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

ઉપલેટામાં શહેરમાં રહેતી ૧૮ વર્ષીય પાયલ નામની યુવતીએ આત્મહત્યા કરી છે જેમા ંપ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે ઉપરાંત આત્મહત્યા કરનાર યુવતીના માતા-પિતા વર્ષો પહેલા અવસાન પામી ચૂક્યા છે જ્યારે મૃતક યુવતી અને તેમની નાની બહેન પોતાના ઘરે એકલા રહેતા હોવાનું પણ સામે આવ્યું છે આ સમગ્ર બાબતને લઈને ઉપલેટા પોલીસ સ્ટેશનના બીટ જમાદાર ભુપતભાઈ સોલંકી તપાસ ચલાવી રહ્યા અને સમગ્ર બાબતે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(11:47 am IST)