Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ગીર સોમનાથમાં રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમો કોરોનાના કારણે ટુંકાવાશે

સુરક્ષા દળની જુદી જુદી ટીમો દ્વારા પરેડ સાથે રિહર્સલ યોજાયુ

વેરાવળ-પ્રભાસપાણટ,તા.૨૪: સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી થનાર છે. આ માટે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પ્રજાસત્ત્।ાક દિવસના ધ્વજવંદનના કાર્યક્રમની રિહર્સલ યોજવામાં આવી હતી. જેમાં સુરક્ષા દળના જુદા- જુદા પ્લાટુન દ્વારા શિસ્તબદ્ઘ રીતે ૧૭૦૦ થી વધુ જવાનો દ્વારા પરેડ યોજવામાં આવી રહેલ છે.

આ રિહર્સલમાં જિલ્લા કલેકટર શ્રી રાજદેવ સિંહ ગોહિલે સદભાવના ગ્રાઉન્ડ ખાતે વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. આ સાથે નિવાસી અધિક કલેકટર શ્રી બી.વી. લીંબાચીયા, જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ ત્રિપાઠી સહિત અધિકારીઓ સાથે યોગ્ય વ્યવસ્થા કરવા માટે ચર્ચા - વિચારણા કરી હતી. તેમજ કલેકટરશ્રીએ સબંધિત અધિકારીશ્રીઓને મંચ સુશોભન, બેઠક સહિતની વ્યવસ્થાઓ માટે જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું.

 ઉલ્લેખનીય છે કે, પ્રવર્તમાન કોવીડ-૧૯ પરિસ્થિતિને અનુલક્ષીને રાજય સરકારે પ્રજાસત્ત્।ાક દિવસની ઉજવણીના કાર્યક્રમો ટૂંકાવવાનું નકકી કર્યું છે.

(11:47 am IST)