Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

રાજકોટ-જેતપુરથી ચોરેલા ત્રણ વાહનો વેચવા આવેલા ત્રણ દેવીપૂજક શખ્સો ધોરાજીમાં ઝબ્બે

ધોરાજી, તા. ૨૪ :. રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી. સાગર બાગમારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અન્વયે પો. ઈન્સ. એ.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને હકીકત મળેલ હોય કે ધોરાજી માતાવાડીમાં રહેતા નરેશ બાવાભાઈ વાઘેલાના મકાને તેના બે મિત્રો આવેલ છે અને તેઓ પાસે ચોરીના મોટર સાયકલ છે અને હાલે તે મોટર સાયકલો વેચવા જવાના છે જે અન્વયે રેઈડ કરતા મકાન પાસે ત્રણ ઈસમો ત્રણ મોટર સાયકલ લઈ જવાની તૈયારી કરતા ત્રણેય ઈસમોને પકડી લઈ મોટર સાયકલના કાગળો માંગતા નહી હોવાનું જણાવતા અને સદરહુ બે મોટર સાયકલ રાજકોટ શહેરમાંથી તેમજ એક મોટર સાયકલ જેતપુર સીટી પો.સ્ટે.માંથી ચોરેલનુ જણાવતા ત્રણેય મોટર સાયકલના એન્જીન નંબર પોકેટકોપ એપ્લીકેશનમાં નાખી સર્ચ કરતા બે મોટર સાયકલ રાજકોટ શહેર તથા એક મોટર સાયકલ જેતપુર સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી કરેલ હોય તેમજ એક કોટર સાયકલ અગાઉ રાજકોટ શહેરમાંથી ચોરી કરી ધોરાજી ખાતે વેચેલ જે ધોરાજી પો. સ્ટેશન ખાતે એમવીએ-૨૦૭ મુજબ ડીટેઈન કરેલ છે. જેથી ત્રણેય મો.સા. સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે તેમજ ત્રણેય ઈસમોને સીઆરપીસી કલમ ૪૧(૧) ડી મુજબ ધોરાજી પોલીસ સ્ટેશનમાં અટક કરેલ છે.

પકડાયેલ આરોપી (૧) નરેશ બાવનજીભાઈ વાઘેલા દે.પુ. (ઉ.વ. ૩૧) રહે. માતાવાડી ગાયત્રી ટેઈલર સામે ગલીમા નં. (૨) રવી રસીકભાઈ સોલંકી દે. પુ. (ઉ.વ. ૨૪) રહે. હાલે જેતપુર સામાકાંઠે રેલ્વેના પૂલ પાસે મૂળ રહે. ઉપલેટા નાગનાથ ચોક જડેશ્વર ખાડામાં વાળો નંબર (૩) રવિ પુનાભાઈ સોલંકી દે.પૂ. રહે. હાલ જેતપુર દેરડીધાર ગંજપીરની દરગાહની આગળ મૂળ રહે. ગુણીધાર તા. કુંકાવાવ પાસેથી (૧) હીરો કંપનીનું કાળા કલરનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના આર.ટી.ઓ. રજી. નંબર જીજે ૦૩ કેએલ ૦૦૪૪નું જેના ચેસીસ નંબર એમબીએલએચએઆરઓ ૮૩જે૫૫ડી૦૦૩૬૦ તથા એન્જીન નંબર એચ૧૦એજીજે૫ડી૦૦૮૦૮ કિં. રૂ. ૨૫,૦૦૦  (૨) હીરો કંપનીનું કાળા કલરનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ આર.ટી.ઓ. રજી નંબર જીજે-૦૩-કેઆર ૦૨૯૧ હોય અને તેના ચેસીસ નંબર એમબીએલએચએઆરઓ ૮૭જે૦૯૯૦૯ તથા એન્જીન નંબર એચએ૦એજીજે૫જે૨૭૪૩૬ કિં.રૂ. ૨૫,૦૦૦

આરટીઓ રજી. નંબર જીજે૦૩ બીએન ૭૨૫૮ હોય તેમજ તેના ચેસીસ નંબર ૦૭સી૧૬એફ૨૬૩૯૧ તથા એન્જીન નંબર ૦૭સી૧૫ઈ૨૭૨૩૪ જે મોટર સાયકલ તેણે રાજકોટ સંત કબીર રોડ બાજુથી ચોરેલ છે તે કબ્જે કરેલ છે.

જેઓ સામે (૧) જેતપુર પો.સ્ટે. એ ૧૧૨૧૩૦૨૨૨૨૦૦૮૫/૨૨ આઈપીસી કલમ ૩૭૯ જીજે ૧૧ સીબી ૫૯૫૦ (૨) રાજકોટ શહેર બી.ડીવી. પો.સ્ટે. એ ૧૧૨૦૮૦૫૧૨૨૦૪૯૯૭/૨૨ આઈ.પી.સી. કલમ ૩૭૯ જીજે ૦૩ કેએલ ૦૦૪૪ (૩) રાજકોટ શહેર બી.ડીવી. પો.સ્ટે. એ ૧૧૨૦૮૦૫૧૨૨૦૪૯૭ /૨૨ જીજે ૦૩ કેઆર કેઆર ૦૨૯૧ ગુન્હા દાખલ થયેલ છે. આ કામગીરી (૧) એ.બી. ગોહીલ પો. ઈન્સ. (૨) રમેશભાઈ બોદર એ.એસ.આઈ. (૩) બાપાલાલ ચુડાસમા પો. કોન્સ. (૪) અરવિંદસિંહ જાડેજા પો. કોન્સ. (૫) રવિરાજસિંહ જાડેજા પો. કોન્સ. (૬) રવિરાજસિંહ વાળા પો.કોન્સ. (૭) ઈશીતભાઈ માણાવદરીયાએ કરી હતી.

(12:53 pm IST)