Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

પોરબંદરમાં કોરોનાના કેસ ઘટયાઃ નવા ૩૩ પોઝીટીવ કેસોઃ સામાન્ય ફલુના કેસ વધ્યા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૪ :.. છેલ્લા અઠવાડીયાથી આવતા કોરોનાના કેસો સામે કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના નવા ૩૩ પોઝીટીવ કેસો આવ્યા છે.

શહેરમાં સામાન્ય ફલ્યુ કેસ વધીને રપ૦ પહોંચ્યા છે.

ગઇકાલે કોરોના અંગે કરાયેલા ટેસ્ટમાંથી ૩૩ વ્યકિતઓના કોરોના પોઝીટીવનો રીપોર્ટ આવેલ છે ગત તા. ર૦ મીએ કોરોનાના ૧૧પ ત્યાર પછી તા. ર૧ મીએ પ૬ તેમજ તા. રર મીએ ૪૬ કેસો કોરોનાના આવ્યા હતાં. કોરોનોની સારવારમાં રહેલા ૯ દર્દીઓ સાજા થતા તેમને સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.

જિલ્લામાં અત્યારે એકટીવ કેસોની કુલ સંખ્યા ૩૪૯ થઇ છે. જેમાંથી ૩૪૦ હોમ આઇસોલેટેડ છે.

(12:55 pm IST)