Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

જામનગરમાં વેસ્ટર્ન રેલ્વે વિરૂધ્ધ અદાલતનો શકવર્તી ચુકાદો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૪ : જામનગરમાં ગેલેકસી સીનેમા પાછળના ભાગે આવેલ જુના રેલ્વે વર્કશોપ વાળી જગ્યામાંથી પ્લોટ નં. ૩૩ વાળી જગ્યા ભાનુશાળી લોખંડવાળા હિરેન ઇશ્વરલાલ જોઇસરે શ્રી ઘનશ્યામ રઘુવીર મંદિર પાસેથી વેચાણ રાખેલ. આ વર્કશોપ વાળી જગ્યામાં ઓવર હેડ વોટર ટેન્ક વેસ્ટર્ન રેલ્વેએ બાંધેલુ આથી ભાનુશાળી લોખંડવાળાના માલીક હિરેન ઇશ્વરલાલ જોઇસરે વેસ્ટર્ન રેલ્વે સામે જામનગર અદાલતમાં દાવો કરી ઓવરહેડ વોટર ટેન્ક દુર કરવા તથા ઓવર હેડ વોટર ટેન્કવાળી જગ્યાના ગેરકાયદેસર વપરાશ માટે વળતરની માંગણી કરેલ. આ દાવો એડીશ્નલ સીનીયર સીવીલ જજની કોર્ટમાં ચાલી જતા અદાલતે  વેસ્ટર્ન રેલ્વેને આદેશ આપેલ કે, દિવસ સાઇઠમાં ઓવર હેડ વોટર ટેન્ક દૂર કરવું અને રૂ. ૪,૮૮,૯૫૦/- નુકશાની વળતર ચુકવવા આદેશ આપેલ છે.  આ દાવામાં વાદી ભાનુશાળી લોખંડવાળા વતી વકીલ એસ.કે.રાચ્છ રોકાયા છે.

(1:44 pm IST)