Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

બકરાની લૂંટ ચલાવવા હાપાના વૃદ્ધનું ખૂન કરી નાખનાર વાંકાનેરના ચાર સસણીયા શખ્સો ઝડપાયા

૨૪ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલતી જામનગર પોલીસઃ બનાવમાં વપરાયેલ સ્પ્લેન્ડર પણ ચોરાઉ નિકળ્યું

બપોરના ચારેય વાગ્યાની આસપાસ જામનગર હાપા માર્કેટીંગ યાર્ડ ની  પાછળના ભાગે જરધોડા વાડીની સીમ વિસ્તારમા ફરીયાદી  વાલાભાઇ ખેતાભાઇ ચાવડીયા (ભરવાડ) રહે.  સામતપીર તા.જી જામનગર નાઓ ના પિતા ખેતાભાઇ હઠાભાઇ ચાવડીયા ઘેટા બકરા ચરાવતા હોય ત્યારે કોઇ  અજાણ્યા ઇસમોએ કોઇ પણ કારણોસર કોઇ પ્રાણ ધાતક હથિયારથી માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા કરી ખૂન  કરી અને બકરા લૂંટ કરી નાશી જવા અંગેનો બનાવ બનેલ જે ગુનો વણશોધાયેલ હતો,જે બાબતે જામ સીટી એ ડીવી  પો.સ્ટે ઇ.પી.કો કલમપ્ર ૩૦૨ ,જીપીએકટ કલમપ્ર૧૩૫(૧) મુજબ નો ગુનો  નોધાયેલ હતો,   

બનાવ ની ગંભીરતા ધ્યાને લઇ રાજકોટ વિભાગપ્રરાજકોટના પોલીસ મહાનિરીક્ષક    સંદીપ સિંહની સૂચના તથા પોલીસ અધિક્ષક   નેતેશ પાંડેય નાઓના સિધા માર્ગદર્શન હેઠળ ખૂનનો  પ્રથમ થી જ બ્લાઇન્ડ કેસ હોય,જેથી આ વણઉકેલાયેલ ગુનો શોધી કાઢી,તેમા સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક  પકડી પાડવા સૂચના કરવામા આવેલ,જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચપ્રજામનગર ના પોલીસ ઇન્સપેકટર    એસ.એસ.નિનામા નાઓની દેખરેખ હેઠળ એલ.સી.બી. ના પો.સબ ઇન્સ   કે.કે.ગોહિલ, પો.સબ ઇન્સ    આર.બી.ગોજીયા તથા પો.સબ ઇન્સ   બી.એમ.દેવમુરારી તથા એસ.ઓ.જી.પો.સબ ઇન્સ   વી.કે.ગઢવી તથા   આર.વી.વીંછી નાઓ તથા જામ સીટી એ ડીવી પો.સ્ટે ના પોલીસ ઇન્સપેકટર એમ.જે.જલુ તથા પો.સબ ઇન્સ એમ.વી મોઢવાડીયા નાઓની તથા એલ.સી.બી. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સ્થળ મુલાકાત લઇ બનાવ  વાળી જગ્યા આજુબાજુના સી.સી.ટી.વી.ફુટેજ તેમજ ટેકનીકલ સર્વેલન્સ દ્રારા તપાસ કરવામા આવેલ સદરહુ  બનાવમા બકરાની લૂંટ કરી ખૂન કરવામા આવેલ હોવાનુ જણાય આવેલ હતુ,  

ઉપરોકત ટીમો દ્રારા અલગ અલગ દિશામા તપાસ ચાલુ હતી, તે દરમ્યાન એલ.સી.બી. ના ભગીરથસિંહ  સરવૈયા, સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદારથી હકિકત મળેલ    કે,  સદરહ ખૂન/લૂંટ મા હાલમા જામનગર હાપા રોડ ઉપર રહેતા ઇસમોએ સાથે મળી ગુનાને અંજામ આપેલ  હુ હોવાની હકિકત મળેલ અને મજકુર ઇસમોની તપાસ કરતા તેઓ પીકઅપ વાહન નંબરપ્ર જીજેપ્ર૧૦પ્રવીપ્ર૯૨૧૧ મા  બેસી. જામનગર થી પાટણ જીલ્લાના સમી તાલુકા તરફ નાશી ગયેલ છે. જેથી પોલીસ અધિક્ષક  પાટણ નાઓને વાકેફ કરેલ, પાટણ એસ.ઓ.જી પો.ઇન્સ   આર.કે અમીન નાઓ તથા સમી પોલીસ સ્ટેશનની મદદ મેળવી  એલ.સી.બી. પો.સબ ઇન્સ   કે.કે.ગોહિલ તથા એસ.ઓ.જી વિ.કે.ગઢવી દ્રારા સદરહુ આરોપીઓને સમી મુકામેથી  કોર્ડન કરી પીકઅપ વાહન સાથે નીચે મુજબ ના ઇસમોને હસ્તગત કરવામા આવેલ.મજકુર ચારેય ઇસમોની  પુછપરછ દરમ્યાન બકરાની લૂંટ કરતા સમયે મરણજનાર વૃધ્ધ વ્યકિતએ પ્રતિકાર કરતા માથામા લાકડીના ઘા  તથા પથ્થર ઘા મારી ઇજા કરી, ખૂન કરેલની હકિકત જણાવેલ છે.જેઓ વિરૂધ્ધ પો.સબ ઇન્સ   કે.કે.ગોહિલ ના ઓએ  કાયદેસર કાર્યવાહી કરેલ છે.  

 ધરપકડ કરી આરોપીઓ (૧) બુધો ગેલાભાઇ પરમાર સરાણીયારહેપ્ર વાંકાનેર, ચંદનપુરા ભાટીયા સોસાયટી,નદીના કાંઠે જીપ્રમોરબી    (ર) વિજય રધાભાઇ સિંધવ રહે.પ્ર વાંકાનેર, ચંદનપુરા ભાટીયા સોસાયટી, પતારીયુ, નદીના કાંઠે જીપ્રમોરબી  (૩) અર્જન ગેલાભાઇ પરમાર રહેપ્ર વાંકાનેર,ચંદનપુરાભાટીયા સોસાયટી, પતારીયુ, નદીના કાંઠે જી.મોરબી  (૪) કિશન જીવાભાઇ પરમાર રહેપ્ર વાંકાનેર,ચંદનપુરાભાટીયા સોસાયટી, પતારીયુ, નદીના કાંઠે જીપ્રમોરબી, આરોપીઓના કબ્જામાથી હસ્તગત કરેલ મુદામાલ (૧) પીકઅપ વાહન કિ.રૂ.૩,૦૦,૦૦૦/  (ર) પ્લ્સર મો.સા પ્ર૧ કિ.રૂ. ૨૦,૦૦૦/  (૩) મો.ફોનપ્ર૦૪ કિ.રૂ. ૧૫,૦૦૦/ નો મુદ્દામાલ કબ્?જે કરેલ છે. મજકુર ઇસમોએ ગુનામા વાપરેલ સ્લપ્લેન્ડર મો.સા ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે  આમ જામનગર પોલીસ દ્રારા ખૂન નો જે બ્લાઇન્ડ કેસ,હોય અને ૨૪ કલાકમા શોધી કાઢી પ્રસંશ  નિય કામગીરી કરવામા આવેલ છે.  આ કામગીરી જે.એસ.ચાવડા નાયબ પોલીસ અધિક્ષક  જામનગર ગ્રામ્ય વિભાગ તથા   એસ.એસ.નિનામા પોલીસ ઇન્સપેકટર,  પો.સ.ઇ.   કે.કે.ગોહીલ,   આર.બી.ગોજીયા, તથા   બી.એમ.દેવમુરારી, તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા,  હરપાલસિંહ સોઢા,હરદિપભાઇ ધાધલ, દિલીપભાઇ તલાવડીયા, ભરતભાઇ પટેલ,વનરાજભાઇ મકવાણા,ભગીરથસિંહ સરવૈયા,યશપાલસિંહ જાડેજા, ધાનાભાઇ મોરી,શરદભાઇ પરમાર,હીરેનભાઇ વરણવા,નિર્મળસિંહ એસ.જાડેજા, ખીમભાઇ  ભોચીયા, અશોકભાઇ સોલંકી, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ધર્મેન્દ્રસિંહ  જાડેજા તથા દયારામ ત્રિવેદી નાઓ દ્રારા કરવામા આવેલ છે.    આર.કે. અમીન પોલીસ ઈન્સ્પેકટર એસઓજી પાટણ સાથે રહ્યા હતા.

(1:37 pm IST)