Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

જુનાગઢમાં ૪ કિલો ગાંજા સાથે બે ઝડપાયા

જુનાગઢ તા. ર૪ : બિલખા રોડ, પાઠક નગરમાં રહેતા માલાબેન નવઘણભઇ સલાટ તથા હેમાભાઇ લખમણભાઇ સલાટ સાથે મળી પોતાના કબજા ભોગવટાના મકાનમાં ગે.કા.રીતે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે જે બાતમી આધારે એસ.ઓ.જી. ટીમ બાતમીવાળી જગ્યા ઉપર હકીકત આધારે રેઇડ કરતા વનસ્પિતિજન્ય નશીલો પદાર્થ ગાંજાના જથ્થો ૪.૦૪૭ કિ.ગ્રા. જેની કિ. રૂ.૪૦,૪૭૦ તથા મોબાઇલ નંગ-ર કિ. રૂ. રપ૦૦ મળી કુલ કિ. રૂ. ૪ર.૯૭૦ ના સાથે મળી આવતા મુદામાલ કબજે કરે સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.સી. એકટ કલમ ૮ (સી) ર૦(બી), ર૯ મુજબ ગુન્હો રજી. કરાવી અને આગળની કાર્યવાહી માટે સી ડીવીઝન પો.સ્ટે.માંસોપી આપવામાં આવેલ છે. આમ જુનાગઢ શહેર વિસ્તારમાંથી વનસ્પતિજન્ય ગાંજો કુલ ૪.૦૪૭ કિ.ગ્રા.જથ્થો શોધી કાઢી આોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એચ. આઇ. ભાટી તથા પો.સબ ઇન્સ. જે.એમ.વાળા, એમ. જે. કોડીયાતર તથા એ.એસ.આઇ. એમ. વી.કુવાડીયા, સામતભાઇ ભારીયા તથા પો.હેડ કોન્સ. દીપકભાઇ જાની, મજીદખાન પઠાણ અનિરૂધ્ધસિંહ વાંક, બાબુભાઇ કોડીયાતર તથા પો.કોન્સ. ધર્મેશભાઇ વાઢેળ, શાંતીબેન સિસોદીયા, જગદીશભાઇ ભાટુ વીગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

(1:38 pm IST)