Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

જુનાગઢમાં વધુ ૮૦ને કોરાના ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, ૭૧ પોલીસ-૧૧નો તબીબી સ્ટાફ પણ ઝપટે

કેસમાં એકંદરે ઘટાડો-ડિસ્ચાર્જની સંખ્યા વધી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૪ : જુનાગઢમાં વધુ ૮૦ વ્યકિતનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો ડીવાયએસપી, પીઆઇ, પીએઆઇ, ૭૧ પોલીસ અને ૧૧નો તબીબી સ્ટાફ પણ કોરોનાની ઝપટે ચડી ગયો છે.

ર૪ કલાકમાં જુનાગઢ સીટીના ૮૦ સહિત જીલ્લામાં કુલ ૧૧૭ કેસ નોંધાયા હતા. જોકે ૧ર૪ દર્દીએ કોરોનાને હરાવતા તેમને સારવારમાંથી મુકિત આપવામાં આવી હતી.

દરમ્યાન સતત ખડેપગે રહી લોકોની સુરક્ષા કરતા પોલીસ કર્મીઓ અને દર્દીઓની સારવાર કરતા સીવીલ હોસ્પિટલના તબીબો-કર્મચારીઓ પણ સંક્રમિત થયા છે.

એક ડીવાયએસપી, એક પીઆઇ. ૩ પીએસઆઇ તથા ૭૧ પોલીસ કર્મીઓ પોઝીટીવ થયા છે. આજ પ્રમાણે સીવીલ હોસ્પીટલના બે તબીબ, ૭ નર્સીંગ સ્ટાફ અને અન્ય બે કર્મી પણ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળેલ છે.

જિલામાં હાલ ૩પ૮ કન્ટેઇનમેન્ટ ઝોનમાં ૯૪૧૦ લોકો છે.

(1:39 pm IST)