Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

જુનાગઢ શહેર - જીલ્લા કોંગ્રેસ દ્વારા કોરોના સહાય મુદ્દે પત્રકાર પરિષદ

જુનાગઢ, તા.૨૪: કોવિડ મહામારીમાં ભાજપ સરકારના ગુન્હાહીત અને અણદ્યડ વહીવટને પરિણામે રાજયના લાખો નાગરિકોએ તેમના જીવ ગુમાવ્યા છે. ઉપરાંત મૃતકોના આંકડા છુપાવવાના અત્યંત નિંદનીય પ્રયાસો પણ ભાજપની સરકારે કર્યા છે.

તાજેતરમાં સુપ્રિમકોર્ટની આકરી ટિપ્પણીઓના સંદર્ભમાં આ સદ્યળી હકીકતો બહાર આવી છે. આ અંગે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર જુનાગઢ શહેર - જીલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી પડદા ફાસ કરવામા આવ્યો.

ગુજરાતમા અંદાજે ૩૦૦,૦૦૦ થી વધુ લોકો નાં મૃત્યુ થયા છે.અત્યાર સુધીમાં ૯૧૮૧૦ અરજીઓ આવી જેમાં ૫૮,૮૪૦ અરજી ઓ મંજૂર થઈ ૧૫૦૦૦ જેટલી અરજીઓ પેન્ડિંગ છે પાંચ હજાર જેટલી અરજીઓ રિજેકટ થઈ ૧૧ હજાર જેટલી અરજીઓ પ્રોસેસમાં છે.

ગુજરાત સરકારે માત્ર ૧૦૦૦૦ નો જ મૃત્યુ આંક દર્શાવ્યો.

જુનાગઢ શહેર - જીલ્લા માં ૩૧૦૦ થી વધારે અરજી ઓ થઇ છે. લોકો ને સહાય મેળવવા દરદર ભટકવું પડે છે. ભાજપ સરકાર દ્વારા જુનાગઢ શહેર - જીલ્લા ના મૃત્યુ આંક ૧૬૮ નો જાહેર કરવામા આવ્યો હતો. ખોટા આંકડાઓ બતાવી લોકો ને સહાય થી વંચિત રાખવા ના પ્રયત્નો સરકાર દ્વારા થઇ રહ્યા છે.

આ પ્રેસ કોન્ફરન્સ માં જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ, જીલ્લા પ્રમુખ નટુભાઈ પોંકિયા, કોર્પોરેટ ર લલીત ભાઈ પરસાણા, કિશોરભાઈ  હળવા ની, ગાંડુભાઈ ઠેસિયા, વાસવાણીભાઈ, રાજુભાઇસોલંકી, અરવિંદભાઇ, નથુભાઈ, સફિભાઈબંગાલી,કુદુસભાઈ, દાદુભાઈ હાલા,નિકુંજભાઇ, કાનાભાઈ દ્યરડેસા, શારદાબેન, ફરજનાબેન, વર્ષાબેન,નથુભાઈ, બાવનજીભાઈ પટોડિયા,સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:39 pm IST)