Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

જેતપુરનાં દેવકીગાલોળમાં રોડ ક્રોસ કરતા વૃધ્ધને એસ. ટી.એ હડફેટે લેતા ગંભીર

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૪ :.. તાલુકાના દેવકી ગાલોળ ગામે રહેતા વૃધ્ધ પુનાભાઇ ભોવાનભાઇ વસોવા ગત રવિવારના રોજ બપોરે ર વાગ્યાના અરસામાં રસ્તો ઓળંગતા હતા ત્યારે ફુલ સ્પીડે આવતી એસ. ટી. બસ નં. જીજે-૧૮-ર-૩૪પ બગસરા જતી હોય તેના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા પુનાભાઇને હડફેટે લેતા માથામાં તેમજ પગમાં ગંભીર ઇજા થતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરતા પોલીસે તેમના દિકરા કુંમતભાઇની ફરીયાદ પરથી બસ ચાલક વિરુધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

શીવકૃપાનગર વિસ્તારમાંથી બાઇક ચોરાયુ

જાણવા મળતી વિગત અનુસાર અત્રેના જુનાગઢ રોડ રેલ્વે ફાટક પાસે શીવકૃપાનગર વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ મનુભાઇ મોરબીયાએ પોતાના ઘર પાસે રાત્રે હીરો સ્પેલ્ડનર મો. સા. નં. જીજે-૧૧-સીબી-પ૯પ૦ કિ. રૂ. રપ,૦૦૦ નું પાર્ક કરેલ સવારે તે ન મળી આવતા તપાસ કરતા ચોરી થયેલ હોવાનું તાલુકા શહેર પોલીસમાં ચોરી અંગેની ફરીયાદ નોંધાવેલ.

(1:44 pm IST)