Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

મોટી પાનેલીમાં ભાજપાનો ભવ્ય રોડ શો જિલ્લા પ્રમુખ ખાચરીયાને આવકાર

મોટીપાનેલી :  જિલ્લા અને તાલુકા પંચાયત ની સામાન્ય ચૂંટણીને લઈને હવે ગરમાવો જોવા મળ્યો છે ત્યારે ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવેલ.આશરે તેર હજારની વસ્તી ધરાવતા આ મોટા ગામમાં ભાજપના આગેવાનો કાર્યકરો ઉમટી પડ્યા હતા શહેરની ગલીએ ગલીએ ભાજપના ઉમેદવારોને જીતાડવા લોકો સમક્ષ નીકળી પડ્યા હતા અને લોકોએ પણ અભૂતપૂર્વ આવકાર આપતાં આગેવાનોને આવકાર્ય હતા. જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઇ ખાચરીયા સાથે મહેન્દ્રભાઈ પાડલીયા રાજાભાઈ સુવા હરિભાઈ ઠુંમર જમનભાઈ ગેડીયા કનેરીયા સાહેબ સંજયભાઈ માકડીયા વિજયભાઈ ગમારા બાબુભાઇ હુંબલ બહાદુરસિંહ ચુડાસમા સહિતના આગેવાનો પાનેલી ખાતે આવી પહોંચ્યા હતા કાર્યાલય ખાતે ચર્ચા વિચારણા બાદ ઢોલ નગારા સાથે વિશાળ રોડ શો શહેરના તમામ વિસ્તારોમાં કાઢવામાં આવેલ લોકોનું અભિવાદન જીલતા કાર્યકરોએ સરકારની ઉપલબ્ધીઓ વિશે લોકોને જાગૃત કરી મત આપવા વિનંતી કરેલ જિલ્લામાઁ થી આગેવાનો જોડાતા સ્થાનિક કાર્યકરોમાઁ પણ ભારે ઉત્સાહ જોવા મળતો હતો અને ભારતમાતા કી જય ના નારાથી વાતાવરણને ગુંજવી દીધું હતું રોડ શો માઁ સ્થાનિક કાર્યકરો અશોકભાઈ પાંચાણી વિજય ગમારા મહેન્દ્રભાઈ ભાલોડીયા બાલુભાઈ વિંઝુડા રમેશભાઈ માખેચા રમેશભાઈ મકવાણા અસ્વીનભાઈ ભાલોડીયા ભામાભાઈ રબારી ભુરાભાઇ નિલેશભાઈ સાંગેચા કિરણભાઈ વાધરીયા વિનુભાઈ દ્યોડાસરા સંજયભાઈ દેગામા સહીત શો જેટલાં કાર્યકરો જોડાયા હતા.(તસ્વીર - અહેવાલ : અતુલ ચગ)

(11:45 am IST)