Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

તળાજા ડુંગર પર આઇ ખોડીયારના જન્મદિવસે ભકિતના ઘોડાપુર

કેક કાપી માતાજીનો બર્થડે ઉજવાયો : પગ મુકવાની જગ્યા ન રહે તેટલી ભીડ ઉમટી

ભાવનગર તા.૨૪ : તળાજા ના ઐતિહાસિક તાલધ્વજ ડુંગર પર સ્વંયભુ આઈ ખોડિયાર ના બેસણા છે. જે ગુફામાં માતાના બેસણા છે તેની સાથે શિવલિંગ પણ છે. એ ગુફામાંથી જૂનાગઢ જવાતું તેવી લોક વાયકા નરસિંહ મહેતા સમય ની છે.

અહીં પરંપરાગત રીતે માં ખોડિયાર ના પ્રાગટય દિવસે હોમ હવન સાથે સમૂહ પ્રસાદ ભોજન પીરસી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ માતાજીના ભકતો અને પૂજારી મહંત હરગોવિદદાસ દ્વારા ભવ્ય ઉજવણી નૂ આયોજન કરવામાં આવેલ. વિપુલભાઈ દેસાઈ ના આચાર્ય પદે માતાજીનો યજ્ઞ યોજવામાં આવેલ. માતાજીના પ્રાગટય અવસરે પૂજારી પરિવાર દ્વારા કેક કાપવામાં અને ભકતજનોને પીરસવામાં આવી હતી.

બીડું હોમાયા બાદ ની આરતી સમયે મંદિર ની અંદર પગ મુકવાની જગ્યા રહી નહતી.એટલી ભીડ ખાસ કરીને બહેનો ની ઉમટી હતી. કહી શકાય કે તળાજા નું ભાગ્યેજ કોઈ આઈ ભકત નું દ્યર બાકી હશે કે તે દ્યરે થી માતાજીના પ્રાગટય દિવસે દર્શન કરવા ન આવ્યું હોય.અભૂતપૂર્વ ભીડ વચ્ચે મંદિર ના સેવક ગણ દ્વારા લાપસી સહિત નો પ્રસાદ ભોજન પીરસવામાં આવેલ હતો. પૂજારી હરગોવિદદાસ એ જણાવ્યું હતુંકે વર્ષમાં ત્રણ વખત અહીં માતાજીની પ્રતિમા સન્મુખ હવન કરવામાં આવેછે.અહીં હવન માં બેસનાર વ્યકિત ને ભાગ્યશાળી પરિવાર માનવામાં આવે છે. આગામી હવન ચૈત્ર મહિનાની નવરાત્રી માં યોજાશે.

(11:46 am IST)