Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ભાવનગરમાં રેકોર્ડ : કોર્પોરેશનમાં ભાજપ છઠ્ઠી વખત સતા સ્થાને

હારની નૈતીક જવાબદારી સ્વીકારીને કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રાજીનામું ધરી દીધુ

ભાવનગર : ભાવનગરમાં ભાજપનો ભવ્ય વિજય થતાં વિજેતા ઉમેદવારોનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું. ૫૨માંથી ૪૪ બેઠકો કબ્જે કરી ભાજપે છઠ્ઠી વખત મહાનગરપાલીકામાં વિજય મેળવ્યો છે. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી -ભાવનગર)

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૨૪ :. ભાવનગરમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ ૫૨ બેઠકોમાંથી ભાજપે ૪૪ બેઠકો ઉપર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસને ફાળે માત્ર ૮ જ બેઠકો ગઈ છે. ભાજપ સતત છઠ્ઠી વખત ભાવનગરમાં સત્તાના સૂત્રો ગ્રહણ કરી રેકોર્ડ સર્જે છે. ગત ટર્મ કરતા ભાજપને ૧૦ બેઠકો વધુ મળી છે. આમ કોંગ્રેસને ૧૦ બેઠકોનુ નુકસાન થયુ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ હારનો સામનો કરવો પડયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ નૈતીક જવાબદારી સ્વીકારી પ્રમુખપદેથી રાજીનામુ ધરી દીધુ છે.

ભાજપને ૧૦ પેનલ અને કોેંગ્રેસનો ૧ પેનલમાં વિજય

ભાવનગર મહાનગરપાલિકાના કુલ ૧૩ વોર્ડમાંથી ભાજપનો ૧૦ વોર્ડની પેનલમાં વિજય થયો છે. આખેઆખી ૧૦ વોર્ડની પેનલમાં ભાજપનો અને ૧ વોર્ડની પેનલમાં કોંગ્રેસનો વિજય થયો છે. વોર્ડ નં. ૫ ઉ. કૃષ્ણનગરમાં કોંગ્રેસના ભરતભાઈ બુધેલીયાની પેનલનો વિજય થયો છે.

વોર્ડ નં. ૯ બોરતળાવમાં કોંગ્રેસના ૩ ઉમેદવારો વિજય ભાવનગરના વોર્ડ નં. ૯મા કોંગ્રેસના ત્રણ ઉમેદવારો જયદીપસિંહ ગોહીલ, ભૂમિબેન ગોહેલ, માયાબા જેઠવા વિજેતા બન્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર અશોકભાઈ બારૈયા વિજયી બન્યા છે.

જ્યારે વોર્ડ નં. ૧ ચિત્રા, ફુલસરમાં કોંગ્રેસના કાંતીભાઈ ગોહીલ વિજેતા બન્યા છે જ્યારે ભાજપના ત્રણ ઉમેદવારો કિર્તીબેન દાણીધારીયા, હિરાબેન કુકડીયા અને ઉપેન્દ્રસિંહ ચુડાસમા વિજેતા બન્યા છે.

પૂર્વ સ્ટે. ચેરમેન યુવરાજસિંહની પેનલ વિજયી

ભાવનગરના વોર્ડ નં. ૧૨ ઉ. સરદારનગર વોર્ડમાં ભાજપના પૂર્વ સ્ટે. કમીટી ચેરમેન યુવરાજસિંહ ગોહીલની પેનલ વિજયી બની છે. યુવરાજસિંહ ઉપરાંત પેનલના ઉષાબેન કલ્પેશભાઈ બધેકા, ભાવનાબેન સોમાણી અને બુધાભાઈ ગોહિલ વિજેતા બન્યા છે.

વોર્ડ નં. ૧૧માં મહેશભાઈ વાજાની પેનલ વિજેતા સરદારનગર- દ. વોર્ડ નં. ૧૨ના ભાજપના ઉમેદવાર મહેશભાઈ વાજા, મોનાબેન મકવાણા, ભાવનાબેન ત્રિવેદી અને કિશોરભાઈ ગુરૂમાળી વિજેતા બન્યા છે.

કોંગ્રેસના દિગ્ગજો હાર્યા

ભાવનગરમા કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. કોંગ્રેસના દિગ્ગજ ગણાતા એવા રાજેશ જોષી, રહીમભાઈ કુરેશી, ઈકબાલ આરબ, પારૂલબેન ત્રિવેદી, હિંમતભાઈ મેણીયા સહિતનાનો પરાજય થયો છે. જ્યારે ભરતભાઈ બુધેલીયા સહિત આઠ ઉમેદવારોનો ભાજપના પ્રવાહમાં પણ ભવ્ય વિજય થયો છે.

ભાજપનું વિજય સરઘસ

ભાવનગરમાં ભવ્ય વિજય મેળવી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજયી ઉમેદવારોનું ભવ્ય વિજય સરઘસ નિકળ્યુ હતું. શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડયા, મહામંત્રી યોગેશભાઈ બદાણી, અરૂણભાઈ પટેલ અને ડી.બી. ચુડાસમાએ લોકોનો આભાર માન્યો છે. ભાજપ છાવણી પરિણામથી ગેલમાં આવી ગઈ છે.

કયાં વોર્ડમાં કોણ વિજેતા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૨૪: મતગણતરી પ્રક્રિયામાં મહાનગરપાલિકાની ૫૨ બેઠકના પરિણામ જાહેર કરાયા છે. જેમાં વોર્ડ વાર વિજેતા થયેલ ઉમેદવારોની યાદી નીચે પ્રમાણે છે.

વોર્ડ નં.૧ : કિર્તીબાળા દાણીધારીયા-મળેલ મતઃ ૮૩૯૮, હિરાબેન કુકડીયા-મળેલ મતઃ ૬૨૮૫, ઉપેન્દ્રસિંહ ચુડાસમા,-મળેલ મત ૮૬૫૯, કાંતિભાઇ ગોહિલ- મળેલ મત ૭૫૧૭

વોર્ડ નં.૨: વર્ષાબેન ઉનાવા- મળેલ મત ૫૨૧૧, વિલાસબેન રાઠોડ- મળેલ મત ૪૯૩૧, નરેશભાઇ ચાવડા- મળેલ મત ૫૩૮૨, બાબુભાઇ મેર- મળેલ મત ૫૬૦૮

વોર્ડ નં.૩:ઉષાબહેન ગોહેલ- મળેલ મત ૮૩૪૬, સેજલબેન ગોહેલ- મળેલ મત ૭૧૭૩, ઉપેન્દ્રસિંહ ગોહિલ- મળેલ મત ૮૫૭૪, લક્ષ્મણભાઇ રાઠોડ- મળેલ મત ૭૮૧૪

વોર્ડ નં.૪:બારૈયા નિતાબહેન- મળેલ મત ૧૨,૩૬૫, વેગડ રતનબેન- મળેલ મત ૧૧,૭૯૪, મકવાણા ગોપાલભાઇ - મળેલ મત ૧૩,૨૯૦, ચુડાસમા ભરતભાઇ - મળેલ મત ૧૨,૪૫૯

વોર્ડ નં.૫:બારૈયા જશુબેન- મળેલ મત ૯૪૭૫, ખોખર શબાના- મળેલ મત ૯૦૨૨, બુધેલીયા ભરતભાઇ- મળેલ મત ૧૧,૧૩૨, સોલંકી જિતેન્દ્રભાઇ- મળેલ મત ૯૫૧૪

વોર્ડ નં.૬:વાધેલા મનિષાબહેન- મળેલ મત ૯૬૦૫, ત્રિવેદી યોગીતાબેન- મળેલ મત ૧૦,૧૬૨, શાહ કૃણાલકુમાર- મળેલ મત ૧૧,૧૪૪, જોબનપુત્રા દિલીપભાઇ- મળેલ મત ૧૦,૨૬૧

વોર્ડ નં.૭:હિરાબહેન વિંજુડા- મળેલ મત ૬૩૧૪, ભાવનાબહેન દવે- મળેલ મત ૯૩૧૬, ભરતભાઇ બારડ- મળેલ મત ૮૮૭૬, ભાવેશભાઇ મોદી- મળેલ મત ૯૧૪૪

વોર્ડ નં.૮:ભારતીબહેન બારૈયા- મળેલ મત ૭૫૩૧, મોનાબહેન પારેખ- મળેલ મત ૭૨૧૩, રાજેશભાઇ રાબડીયા- મળેલ મત ૭૯૯૫, રાજેશભાઇ પંડ્યા- મળેલ મત ૬૯૫૪

વોર્ડ નં.૯:ભુમીબહેન ગોહિલ- મળેલ મત ૭૫૩૭, માયાબા જેઠવા- મળેલ મત ૮૧૦૯, જયદિપસિંહ ગોહિલ- મળેલ મત ૧૧,૦૪૪, અશોકભાઇ બારૈયા- મળેલ મત ૮૬૧૪

વોર્ડ નં.૧૦:વર્ષાબા પરમાર- મળેલ મત ૮૦૨૮, શારદાબહેન મકવાણા- મળેલ મત ૭૫૦૬, ધીરૂભાઇ ધામેલીયા- મળેલ મત ૯૪૭૯, પરેશભાઇ પંડ્યા - મળેલ મત ૯૩૯૦

વોર્ડ નં.૧૧:ભાવનાબહેન ત્રિવેદી- મળેલ મત ૧૦,૨૦૮, મિનાબહેન મકવાણા- મળેલ મત ૯૫૯૨, મહેશભાઇ વાજા- મળેલ મત ૯૫૫૯, કિશોરભાઇ ગૂરૂમુખાણી - મળેલ મત ૧૦,૩૯૩

વોર્ડ નં.૧૨:ઉષાબહેન બધેકા- મળેલ મત ૧૧,૦૮૧, ભાવનાબહેન સોનાણી- મળેલ મત ૧૦,૯૧૫, બુધાભાઇ ગોહેલ- મળેલ મત ૧૧,૩૨૫, યુવરાજસિંહ ગોહિલ- મળેલ મત ૧૦,૭૦૯

વોર્ડ નં.૧૩:લીનાબહેન ગોહેલ- મળેલ મત ૧૩,૫૩૬, મૃદુલાબહેન પરમાર- મળેલ મત ૧૧,૮૬૨, કુલદિપભાઇ પંડ્યા- મળેલ મત ૧૩,૪૯૮, પંકજસિંહ ગોહિલ- મળેલ મત ૧૨,૮૮૫

મતગણતરી કેન્દ્ર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા દ્વારા સમગ્ર પ્રક્રિયા પર સતત મોનીટરીંગ કરાઇ રહયું હતું અને સંપૂર્ણ પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શિતાસહ પૂર્ણ કરાઈ હતી.

 

(11:56 am IST)