Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનમાં સતત વધારો

વહેલી સવારે અને રાત્રીના પણ ઠંડીની અસર ઘટી

રાજકોટ, તા., ૨૪: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં મહતમ તાપમાનમાં સતત વધારો થતા લોકોને આકરા ઉનાળાનો અનુભવ થઇ રહયો છે.

વહેલી સવારે અને રાત્રીના પણ ઠંડીની અસરથી ઘટાડો થતા આખો દિવસ ઉનાળા જેવા વાતાવરણનો અનુભવ થઇ રહયો છે.

ગઇકાલે ૧૩ શહેરમાં મહતમ તાપમાન ૩પ ડીગ્રીથી વધુ નોંધાયું છે. ૩૬.૪ ડીગ્રી સાથે મહુવામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં સરેરાશ મહતમ તાપમાન ૩પ.૪ ડીગ્રી જયારે સરેરાશ લઘુતમ તાપમાન ૧૪.૮ ડીગ્રી નોંધાયું હતું. રાજયમાંથી અન્યત્ર વડોદરા-ડીસામાં ૩૬, ગાંધીનગરમાં ૩પ.ર, સુરતમાં ૩પ.૮ અમરેલીમાં ૩પ.પ રાજકોટમાં ૩પ.૬ સુરેન્દ્રનગરમાં ૩પ.૩ કેશોદમાં ૩પ.૮ ડીગ્રી સરેરાશ મહતમ તાપમાન નોંધાયું હતું.

રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં ઉનાળાની ઝાંખી કરાવતો તાપ અત્યારથી જ પડવા માંડયો છે. ન્યુનતમ તાપમાન પણ શિયાળાની અસર ઓસરી ગઇ હોવાની પ્રતીતી કરાવી રહયું છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ શહેરનું મહતમ તાપમાન ૩ર.પ ડીગ્રી, લઘુતમ ૧૬.પ ડીગ્રી, હવામાં ભેજ ૮પ ટકા, પવનની ઝડપ ૩.૬ કી.મી. પ્રતિ કલાક રહી હતી.

(11:58 am IST)