Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

મોરબીના ગાળા ગામે ફેકટરીના લેબર કવાર્ટરમાં શ્રમિકનું મોત ગાળા ગામની સીમમાં રોટો સિરામિકમાં રહીને મજુરી કરતા ગોપીંકુમાર વ્રજકિશોર ધર્નપલ નું મૃત્યુ

મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા શ્રમિક યુવાનનું બીમારી સબબ મોત થતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગાળા ગામની સીમમાં રોટો સિરામિકમાં રહીને મજુરી કરતા ગોપીંકુમાર વ્રજકિશોર ધર્નપલ (ઉ.વ.૧૮) નામના યુવાનનું લેબર ક્વાર્ટરમાં બીમારી સબબ મોત થતા મૃતદેહ જેતપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો જે બનાવ મામલે પોલીસ મથકમાં જાણ થતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:29 pm IST)