Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

પોરબંદરઃ કોર્ટના વોરન્‍ટનો નાસતો ફરતો આરોપી ૧પ વર્ષે ઝડપાયો

પોરબંદર તા.ર૪ : છેલ્લા ૧પ વર્ષથી નાસતો ફરતો નામ. કોર્ટના ૮ર મુજબના વોરંટના આરોપીને ઉદ્યોગનગર પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે.
પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.એન. રાઠવાના માર્ગદર્શન મુજબ ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશનનાં પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર શ્રી એમ.એ. સોલંકીની સુચના મુજબ ઉદ્યોગનગર પો. સ્‍ટે. ઇમોરલ ટ્રાફીકીંગ પ્રીવેન્‍શન એકટ કલમ ૪, પ(એ)(ડી), ૭(૧)(બી) મે. ચીફ જયુડીશ્‍યલ મેજી. સા.શ્રીની કોર્ટના મુજબના કામેના આરોપી વિજય જેઠાલાલ  જોષી ઉ.વ.૪૩ રહે. ખાપટ પોરબંદર વાળો છેલ્લા ૧પ વર્ષથી મુદત હાજરી નહીં રહી પોતાની પકડથી બચવા પોરબંદરથી ઓરીસ્‍સા, મધ્‍યપ્રદેશ, મહારાષ્‍ટ્ર  એમ અલગ અલગ રાજયોમાં ફરતો હોય જેથી આરોપીઓ વિરૂધ્‍ધ સી.આર.પી.સી. ક. ૮ર મુજબનું જાહેરનામું પ્રસિધ્‍ધ કરતા આરોપીઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવેલ અને પો.  કોન્‍સ. હિમાન્‍શુ ગોપાલભાઇ તથા યુવરાજસિંહ ધર્મેન્‍દ્રસિંહને ખાનગીરાહે બાતમી મળેલ કે, ગુન્‍હાના કામનો આરોપી હાલ તેના ઘરે આવેલ હોય જેથી આરોપીને શોધખોળ કરી તપાસ દરીમયાન છેલ્લા ૧પ વર્ષથી પોતાની પકડથી બચવા નાસતો ફરતો હોવાનું જણાય આવતા તેને નામદાર ચીફ જયુડી. મેજી. સા.ની કોર્ટમાં રજુ કરેલ છે.
છેલ્લા ૧પ વર્ષથી પોતાની પકડથી બચવા નાસતો ફરતો રહેનાર આરોપીને શોધી કાઢી પ્રસંનીય કામગીરી ઉદ્યોગનગર પો.સ્‍ટે.ના પોલીસ સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે. આ કામગીરી પીએસઆઇ એસ.એ. સોલંકી તથા હેડ કોન્‍સ. મુકેશ માવદીયા ચેતન જી. મોઢવાડીયા તથા પો. કોન્‍સ. ભરતભાઇ ભનુભાઇ સાદિયા, ધર્મેન્‍દ્રસિંહ દિલુભા ગોહિલ, હિમાંશુ ગોપાલભાઇ ચાવડા, યુવરાજસિંહ ધર્મેન્‍દ્રસિંહ જેઠવા  દ્વારા કરી હતી.

 

(11:00 am IST)