Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

વિંછીયા અને જસદણ પંથકમાં જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકી : ૧૮ પકડાયા

વિંછીયા પોલીસે અજમેર ગામેથી ૧૦ અને જસદણ પોલીસે ગોડલાધાર ગામેથી જુગાર ૮ ને ઝડપી લીધા

રાજકોટ, તા., ૨૪: વિંંછીયા અને જસદણ પંથકમાં ચાલતા જુગારના હાટડા ઉપર પોલીસે દરોડા પાડી જુગાર રમતા ૧૮ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા. પ્રથમ દરોડામાં વિંછીયાના અજમેર ગામે બચુભાઇ કુવરાભાઇ બેરાણીની વાડીની ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા વિંછીયાના પીએસઆઇ આર.કે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પો.કો. મહેશભાઇ કોબીયા સહીતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા વાડી માલીક બચુ બેરાણી,  ગોપાલ ધીરૂભાઇ ઓળકીયા, વલ્લભ રમેશભાઇ ઓળકીયા, અરવિંદ ગોકળભાઇ ઓળકીયા (રહે. ત્રણેય ધરમપુર ગામ, તા.ચોટીલા), જેસીંગ ગગજીભાઇ શીશા તથા રણજીત નનકુભાઇ ધાંધલ (રહે. બંન્ને ગોલીડા, તા. ચોટીલા), કાળુ વશરામભાઇ મજેઠીયા, અલ્‍પેશ જીવાભાઇ રાઠોડ (રહે. બંન્ને અજમેર), વાલજી અમરશીભાઇ દુમાદીયા (રહે.ઢેઢુકી) તથા પ્રકાશ ગોરધનભાઇ જોગરાજીયા (રહે. છાસીયા)ને રોકડા રૂપીયા ૪૧,૬૦૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. બીજા દરોડામાં જસદણના ગોડલાધાર ગામની સીમમાં પ્રવિણ ઉર્ફે વિપુલ ધીરૂભાઇ મકવાણાની વાડીમાં જુગાર રમાતો હોવાની મળતા જસદણના પીઆઇ કે.જે.રાણાના માર્ગદર્શન હેઠળ પો.કો. ભોળાભાઇ મકવાણા સહીતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા વાડી માલીક પ્રવિણ ઉર્ફે વિપુલ, હરેશ ધીરૂભાઇ મકવાણા, રમેશ ઉર્ફે લાલો અરવિંદભાઇ કુકડીયા, શૈલેષ પ્રાગજીભાઇ જાપડીયા, જયરાજ ભલાભાઇ સાકડીયા, વિજય જેમાભાઇ માણકોલીયા, વિજય જયંતીભાઇ માણકોલીયા(રહે. તમામ ગોડલાધાર) તથા મનસુખ ધીરૂભાઇ રાઠોડ (રહે. ભડલી)ને રોકડા રૂા. પપ,૮ર૦ તથા મોબાઇલ મળી કુલ ૯૧,૮૨૦ના મુ઼દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

 

(4:28 pm IST)