Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ઉનામાં જુગાર રમતા ર શખસો૧૦૪૦૦ની રોકડ સાથે ઝડપાયા

ઉના તા.૨૪: જુની મચ્‍છુન્‍દ્રી નદી કાંઠે જાહેરમાં જુગાર રમતા ર શખસોને પોલીસે રોકડા ૧૦૪૦૦ સાથે પકડીને ગુન્‍હો નોધ્‍યો છે.

જુનાગઢ રેન્‍જ આઇ.જી.પી. મનીન્‍દર  પ્રતાપસિંહ પવાર તથા ગીર-સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક  મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ અધીક્ષક ઓમ પ્રકાશ જાટ પો.ઇન્‍સ. એયુ.મીસી સા.ની સુચના નેસ્‍ત નાબુદ કરવા પો.હેઙકોન્‍સ. નીલેશભાઇ છગનભાઇ તથા પો.કોન્‍સ. ભીખુશા બચુશા તથા પો.કોન્‍સ. રાહુલભાઇ નારણભાઇ પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ હરાજભાઇ તથા જસપાલસિંહ પ્રતાપભાઇ તથા કનુભાઇ નાજાભાઇએ રીતેના સ્‍ટાફના માણસો સાથે ઉના પો.સ્‍ટે. હાજર હતા.

તે દરમ્‍યાન હેડ.કોન્‍સ. નીલેશભાઇ છગનભાઇ તથા પો.કોન્‍સ. ભીખુશા બચુશાનાઓની સંયુકત બાતમીન આધારે જુની મચ્‍છી માર્કેટ મચ્‍છુન્‍દ્રી નદી કાંઠે જાહેરમાં જુગાર રમતા ઇસમો મહોબતઅલી રેમાનશા બેલીમ ફકીર ઉ.વ.૪૨ ધંધો મજુરી રહે. મોટા પીરની દરગાહ પાસે, સાબીરહુસેન સુલેમાનભાઇ ડાયાતર ધાંચી ઉ.વ.૩૨ ધંધો મજુરી કામ રહે. ભોયવાડા ગરબી ચોક વાળાઓને જુગારના સાહીત્‍ય ત્‍થા રોકડા રૂા.૧૦૪૩૦/- ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેશ અંગેની સફળ રેઇડ કરવામાં આવે છે. જુપા. ક.૧૨ મુજબ ગુન્‍હો રજી. કરાવેલ છે. તપાસ પો.હેઙકોન્‍સ. એ.પી.જાની ચલાવી રહ્યાં છે.

(11:59 am IST)