Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ઉનાની કોલેજમાં ગેરકાયદે વહીવટની તપાસ કરીને પગલા લેવા પૂર્વ પાલિકા પ્રમુખની રજૂઆત

ઉના, તા.૨૩: ગ્રાન્‍ટ ઇન એઇડ કોલેજમાં ડાયરેકટરની કોઇ પોસ્‍ટ ના હોવા છતા એક રીટાયર્ડ કોલેજનો વહીવટ ગેરકાયદેસર કરતા હોય આ અંગે ઉચ્‍ચ કક્ષાએ લેખીતમાં રજુઆત નગરપાલીકાના પૂર્વ પ્રમુખ મયંકભાઇ જોશીએ કરી છે.

ઉના નગરપાલીકાનાં પૂર્વ પ્રમુખ તથા ભા.જ.પ.ના આગેવાન મયંકભાઇ મનુભાઇ જોશીએ આધારા પૂરાવા સાથે ભારતના વડાપ્રધાન, શિક્ષણ મંત્રી (ગુજરાત), અગ્રસચીવ શિક્ષણ વિભાગ ગુજરાત, ઉચ્‍ચ શિક્ષણ કમિશનર ગાંધીનગર લેખીતમાં કરેલ રજુઆતમાં જણાવેલ કે નગરપાલીકાએ ઉના તાલુકાનાં વિદ્યાર્થીઓ કોલેજનો ઉચ્‍ચ અભ્‍યાસ કરી શકે તે માટે જમીન ટોકન ભાવે શ્રી ગુપ્‍ત પ્રયાગ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્‍ટને આપી હતી. પૂર્વ કાયદા મંત્રીનો અથાગ પ્રયત્‍નથી ૧૯૮૨માં ૪૦ વર્ષ પહેલા આ ટ્રસ્‍ટ દ્વારા એચ.એન.વી. આર્ટસ એન્‍ડ કોર્મસ કોલેજ શરૂ કરી હતી. હાલ આ કોલેજનાં વિવિધ વિભાગમાં ૧૦૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ કોલેજનો વહીવટ એક નિવૃત થયેલ પદાધિકારી કરી રહ્યા છે.

ઉચ્‍ચ શિક્ષણ કમિશનર ગાંધીનગર તરફથી આરટીઆઇ હેઠળ મેળલ માહીતી મુજબ ગ્રાન્‍ટ ઇન એઇડ કોલેજોમાં ડાયરેકટરની કોઇ પોસ્‍ટ હોતી નથી કે જયાં પ્રિન્‍સીપાલ કે ઇન્‍ચાર્જ પ્રિન્‍સીપાલે જ સહી કરવાની હોય છે. પરંતુ આ કોલેજના વહીવટમાં વહીવટમાં કાયદાને ધોળી પી ગયેલ તેમ રજૂઆતમાં પાલિકાના પૂર્વ પ્રમુખ મયંકભાઇ જોશીએ જણાવેલ છે.

(12:05 pm IST)