Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

રાહદારીઓને કારમાં બેસાડી દાગીના ઝૂંટવી લેનારા રાજુલાના બે આરોપીને પોલીસે ઝડપી લીધા

રાજુલા, તા.૨૪: વિજપડી રોડ ઉપર વાવેરા ગામ પાસે સીનીયર સીટીઝન (ખેડુત)ને પોતાની ફોરવ્‍હીલમાં બેસાડી, ફોરવ્‍હીલમાંથી ઉતારતી વખતે ખમીસમાં પહેરેલ સોનાના બટન નંગ-૩ ઝુંટવી (ચીલ ઝડપ), નાસી ગયેલ અજાણ્‍યા ફોરવ્‍હીલ ચાલક સહિત ત્રણ ઇસમોને, આરોપીઓના વર્ણન આધારે ગણતરીની કલાકોમાં પકડી પાડી,ઝુંટવી લઇ ગયેલ સોનાના બટન નંગ-૩, કિ.રૂ. ૩૧,૪૮૮/-નો મુદામાલ રીકવર કરાયો છે.

ગઇ તા.૨૨/૦૪/૨૦૨૨ના રાઘવભાઇ કાળાભાઇ કાછડ ઉ.વ.૭૦, રહે. વાવેરા, પોતાની વાડીએથી ઘરે જવા નીકળી વીજપડીથી રાજુલા રોડ ઉપર ચાલીને જતા હતા ત્‍યારે એક સફેદ કલરની ફોરવ્‍હીલ ગાડી તેની પાસે આવી ઉભી રહેલ, જેમાં ડ્રાઇવર તથા તેની બાજુની સીટમાં એક અજાણ્‍યો માણસ તથા એક અજાણ્‍યો માણસ પાછળની સીટમાં સુતેલ હતો. જેમાંથી ડ્રાઇવરે જમણા કાનની બુટીમાં કડી પહેરેલ હતી તેણે ઙ્ક ર્ંચાલો દાદા હાલીને જવા કરતા મારી ગાડીમાં બેસી જાર્વં ઙ્ઘ તેમ કહી, સદર સીનીયર સીટીઝન (ખેડુત)ને પોતાની ફોરવ્‍હીલમાં બેસાડી, આગળ આવેલ ઇંટોના ભઠ્ઠા આગળ સીનીયર સીટીઝન (ખેડુત)ને ફોરવ્‍હીલમાંથી ઉતારતી વખતે તેમણે ખમીસમાં પહેરેલ સોનાના બટન નંગ-૩ કિ.રૂ. ૩૬,૦૦૦/- ના અચાનક ઝુંટવી (ચીલ ઝડપ) કરી, ધકકો મારી, ત્રણેય અજાણ્‍યા માણસો ફોરવ્‍હીલ લઇ નાસી ગયેલ. જે અંગે ર્ંરાજુલા પો.સ્‍ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૨૦૪૦૯/૨૦૨૨, આઇ.પી.સી. કલમ- ૩૭૯ એ (૩),૧૧૪ મુજબનો ગુનો રાજુલા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ હતો.

જે અંગે પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી દ્રારા આ ગુન્‍હાના આરોપીઓની માહીતી મેળવી પકડી પાડી તેમના વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવાં સુચના  આપેલ હોય જે અન્‍વયે રાજુલા પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ.શ્રી ડી.વી.પ્રસાદની સુચના નીચે રાજુલા પો.સ્‍ટે.ના હેડ કોન્‍સ. બી.એમ.વાળા તથા એ.એસ.આઇ. ડી.ડી.મકવાણા તથા રાજુલા પોલીસની અલગ અલગ ટીમો ફરીયાદમાં જણાવેલ વર્ણન મુજબના આરોપીઓની બાતમી મેળવી, આરોપીઓને ફરિયાદીના ઝુંટવી લઇ ગયેલ ખમીસમાં પહેરવાના સોનાના બટન નંગ-૩, કિ.રૂ.૩૧,૪૮૮/- સાર્થેં ગણતરીની કલાકોમાં (૧) રવિભાઇ શાંતિભાઇ ચૌહાણ ઉ.વ.૩૧, ધંધો.મજુરી રહે.રાજુલા, વાવેરા રોડ, તત્‍વ જયોતી (૨) જયંતિભાઇ ગોરધનભાઇ સોલંકી ઉ.વ.૨૫ ધંધો.મજૂરી રહે.રાજુલા, વાવેરા રોડ, તત્‍વ જયોતી (૩) આકાશ જયંતિભાઇ સોલંકી ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.હાલ રાજુલા, વાવેરા રોડ, તત્‍વ જયોતી મુળ રહે.મહુવા, નુતન નગર, જજ બંગલા પાસે ને  પકડી પાડેલ છે.

આ કામના આરોપીઓ મિલ્‍કત સબંધી ગુન્‍હાઓ કરવાની ટેવ વાળા અને રીઢા ગુન્‍હેગારો હોય ર્ંત્રણેય આરોપીઓ વિરૂધ્‍ધ ગોંડલ સીટી પો.સ્‍ટે ગુ.ર.નં.૧૧૨૧૩૦૧૫૨૨૦૬૩૫/૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૩૭૯,૧૨૦(બી),૧૧ર્૪ં મુજબ ગુન્‍હો નોંધાયેલ છે તેમજ

આરોપી નં.(૧) ના વિરૂધ્‍ધમાં (૧) ર્ંરાજુલા પો.સ્‍ટે. ફસ્‍ટ ગુ.ર.નં. ૬૫/૧૦, આઇ.પી.સી.૩૦૨ ૩૦૭ વિગેરે મુજર્બં તથા (૨) રાજુલા પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૦૧૧૭૬ આઇ.પી.સી કલમ ૩૨૪,૫૦૪,૧૧૪ GP Act ૧૩૫ᅠ મુજબ તથા (૩) રાજુલા પો.સ્‍ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૦૧૫૫૯/૨૦૨૦ᅠ IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ તથા (૪) રાજુલા પો.સ્‍ટે. પ્રોહી ૨૨૫/૨૦૧૭, પ્રોહી કલમ ૬૫ AA મુજબ તથા (૫) રાજુલા પો.સ્‍ટે. પ્રોહી. ૭૫/૧૯ કલમ ૬૫ ઇ મુજબ તથા (૬) ગુ.ર.નં ૨૧૮/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫(ઇ) મુજબ તથા (૭) રાજુલા પો.સ્‍ટે. પ્રોહીᅠ ૩૫૮/૨૦૧૯ પ્રોહી ૬૫-ઇ મુજબ તથા (૮) રાજુલા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૪૩૯/૨૦૧૯, પ્રોહી એકટ કલમ ૬૫(એ)(એ) તથા (૯) રાજુલા પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૦૧૦૮૦, પ્રોહી કલમ ૬પ(એ)(એ) મુજબ તથા (૧૦) રાજુલા પો.સ્‍ટે. પાર્ટ-સી ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૦૧૯૧૮/૨૦૨૦, પ્રોહી કલમ ૬૫(ઇ) મુજબ (૧૧) રાજુલા પો.સ્‍ટે. પાર્ટ-સી ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૧૦૭૦૩/૨૦૨૧, પ્રોહી કલમ ૬૫(એ)(એ) મુજબ વિગેરે એકવીસ (૨૧) ગુન્‍હાઓ રજી. થયેલ છે.

આ કામના આરોપીઓ પોતાની ફોરવ્‍હીલ લઇ રોડ ઉપર નીકળી ચાલીને જતા લોકોને પોતાની ફોરવ્‍હીલમાં બેસાડી, તેમણે પહેરેલ દર દાગીના નજર ચૂકવી ચોરી કરી લઇ લેવાની તથા જો નજર ચૂકવી ચોરી ન થાય તો ફોરવ્‍હીલમાંથી ઉતારતી વખતે દર દાગીના ઝુંટવી આંચકી લઇ, ચીલ ઝડપ કરી, ફોરવ્‍હીલમાંથી ઉતારી દઇ નાસી જવાની મોડસ ઓપરેન્‍ડન્‍સી ધરાવે છે.

આ કામગીરી પોલીસ ઇન્‍સ. ડી.વી.પ્રસાદ હેડ કોન્‍સ. બી.એમ.વાળા તથા અનાર્મ એ.એસ.આઇ. દિનેશભાઇ દયાળભાઇ મકવાણા તથા પો.કોન્‍સ રોહિતભાઇ કાળુભાઇ તથા પો.કોન્‍સ. મિતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્‍સ. સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્‍સ. ધનશ્‍યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્‍સ. પંકજભાઇ છગનભાઇ બગડા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:38 pm IST)