Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

પોરબંદર સમસ્ત સિપાઇ જમાતની ચૂંટણી લોકશાહી ઢબે યોજાશેઃ શનિવારે ફોર્મ ચકાસણી

પોરબંદર તા. ર૪ : સમસ્ત સિપાઇ જમાતના પ્રમુખની ચૂંટણી પ જુનના રોજ લોકશાહી ઢબે યોજાશે આ મહિનાની તા.રપ થી ચૂંટણી લડવા ઇચ્છનાર વ્યકિત ફોર્મ મેળવી શકશે.

સમસ્ત સિપાઇ જમાતની બેઠકમાં તા.પ જુન રવિવારના રોજ ચૂંટણી યોજાશે તેવું નકકી કરવામાં આવેલ છે.

સમસ્ત સિપાઇ જમાતના પ્રમુખ તથા મેનેજીંગ બોર્ડની ચૂંટણી યોજવા માટે સમાજના ટ્રસ્ટીઓ દ્વારા સમાજના તમામ સભ્યોની એક જનરલ સભા મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સૌ પ્રથમ સમાજની પરંપરા મુજબ મીટીંગની શરૃઆત તિલાવતે કુરઆને કરીમથી શરૃઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સમાજના ટ્રસ્ટીઓ દ્વારા મીટીંગમાં હાજરી આપનારના સર્વે જમાતી ભાઇઓનું શબ્દોથી સ્વાગત કરવામાં આવેલ હતું. ટ્રસ્ટ બોર્ડ દ્વારા સિપાઇ જમાતના અબ્દુલકાદર ઇબ્રાહીમ ભટ્ટીએ હિસાબ અંગે વિસ્તૃત માહિતી રજુ કરી હતી.

આગામી ચૂંટણીના કાર્યક્રમના ફોર્મ મેળવવાની તા.રપ બુધવાર સાંજે ૭ થી ૧૦, ફોર્મ જમા કરવાની તા.ર૭ ના શુક્રવાર સાંજે ૭ થી ૧૦ ફોર્મ ચકાસણી તા. ર૮ શનીવાર સાંજે ૬ થી ૮, ફોર્મ પરત ખેંચવાની તા. ર૮ સાંજે ૭ થી ૧૦ અને મતદાન તા.પ જુનના રવિવારે સવારે ૮ થી સાંજે પ કલાક સુધી મતદાન સમસ્ત સિપાઇ જમાતખાના, ખાતે યોજાશે અને ત્યારબાદ પરિણામ જાહેર થશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(4:33 pm IST)