Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

વંથલી પાસે ખેતરમાં ધમધમતા જુગારધામનો પર્દાફાશ બે મહિલા સહિત ૧૦ શખ્સો રૃા.૧પ.૪ર લાખ સાથે ઝબ્બે

ક્રાઇમબ્રાંચના દરોડામાં બે કાર, રૃા.૪.૪૯ લાખની રોકડ સહિતનો મુદામાલ કબ્જે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૪ : વંથલી પાસે ખેતરમાં ધમધમતા જુગારધામનો ક્રાઇમબ્રાંચે પર્દાફાશ કરી બે મહિલા સહિત ૧૦ શખ્સોને  રૃા.૧પ.૪ર લાખનાં મુદામાલ સાથે પકડી પાડતા જુગારી આલમમાં ફફડાટ મચી ગયો હતો.

જુનાગઢ જિલ્લાનાં વંથલી તાલુકાના ગાદોઇ ગામની  સીમમાં આમદ હાસમ સીડાએ તેના ખેતરમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા એસ.પી.રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી ક્રાઇમબ્રાંચના પી.આઇ. એચ.આઇ.ભાટી પોલીસ જમાદાર પ્રકાશ ડાભી, દિપકભાઇ બડવા, જીતેશભાઇ મારૃ, વી.એન.બડવા, દેવશીભાઇ નંદાણીયા વગેરેએ મોડી રાત્રે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં એલસીબીએ ખીમા કાનાભાઇ રાઠોડ - કેશોકદ, બહાદુર નારમહમદ દલ  માણાવરદ, લાખા દેવરાજ મોચી વેરાવળ મીણીબેન ચનાભાઇ ઓડેદરા, કેશોદ, સંતોકબેન જેરામ - કેશોદ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ  વીરજી - વેરાવળ, પરેશ જમીયત દલાભી - બાંટવા, વૃંદાવન પ્રભુદાસ તન્ના - ગાંધીનગર સીદીક રહેમાન બેલીમ  વેરાવળ સુર્યકાંત નાનાલાલ સવાણી - વેરાવળ સહિત ૧૦ જણાને રૃા.૪.૪૯ લાખની રોકડ સાથે ઘોડી પાસાનો જુગાર રમતા પકડી પાડયા હતા.

જુગારીઓ પાસેથી રોકડ ઉપરાંત ૬ મોબાઇલ ફોન તેમજ બે કાર સહિત કુલ રૃા.૧પ,૪ર,૬૬૦નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જો કે આ કાર્યવાહી દરમિયાન જુગારધામનો સંચાલક આમદ હાસમ સીદી હાથ આવ્યો ન હતો.

(1:51 pm IST)