Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

જુનાગઢના વ્‍યાજખોરનો કબ્‍જો લેતી પોલીસ

જુનાગઢ, તા. ર૪ : કેશોદના વ્‍યાજ વટાવના અને બળજબરીથી ખંડણી ઉઘરાવવાના ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપી આદિત્‍ય ઉર્ફે ગાંધી જયંતીભાઈ સોલંકી ઉવ. રહે. ર્બોડિંગ વાસ, જૂનાગઢની ધરપકડ કરી, રાઉન્‍ડ અપ કરી, કેશોદ પોલીસને સોંપવામાં આવેલ, કેશોદ પોલીસ દ્વારા વોન્‍ટેડ આરોપી આદિત્‍ય ઉર્ફે ગાંધી જયંતીભાઈ સોલંકીની ધરપકડ કરી, કોર્ટ હવાલે કરતાં, ચૌદ ગણું વ્‍યાજ લેનાર અને વ્‍યાજ માટે અસહ્ય ત્રાસ ગુજારી, ઝેરી દવા પીવા મજબૂર કરી, હોસ્‍પિટલમાં દાખલ ફરિયાદીને હોસ્‍પિટલમાં હોવા છતાં છરી સાથે મારી નાખવાની ધમકી આપવાના ગુન્‍હાની ગંભીરતા ધ્‍યાને લઇને કોર્ટ દ્વારા જેલ હવાલે કરવામાં આવેલ હતો.

બી ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે  આ જ વ્‍યાજખોર આરોપી આદિત્‍ય ઉર્ફે ગાંધી સોલંકી તથા તેના ત્રણ સાગરીતો સુનીલ સોલંકી, વિરાટ ડાભી અને ગૌતમ પાતર વિરૂદ્ધ જૂનાગઢના તુષારભાઈ પ્રવીણભાઈ સોજીત્રા દ્વારા પોતાના દીકરાને વ્‍યાજે રૂપિયા આપી, ઉઘરાણી માટે પોતાના ગળે છરી મૂકી રૂ. ૫૫,૦૦૦/- બળજબરીથી ખંડણી ઉઘરાવવા બાબતની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે નોંધાવતા, આ ગુન્‍હામાં પણ વ્‍યાજખોર મની લોંડરીંગ એક્‍ટની કલમનો ઉમેરો કરી, ગુન્‍હો નોંધવામાં આવતા, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીઆઇ એન.આર.પટેલ, પીએસઆઈ કે.કે.મારું તથા સ્‍ટાફના હે.કો. ધાનીબેન, નીતિનભાઈ, મુકેશભાઈ, વનરાજસિંહ, સહિતની ટીમ દ્વારા ટ્રાન્‍સફર વોરંટ આધારે આરોપી આદિત્‍ય ઉર્ફે ગાંધી જયંતીભાઈ સોલંકી ઉવ. રહે. ર્બોડિંગ વાસ, જૂનાગઢનો કબજો મેળવી, આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલ વ્‍યાજખોર આરોપી આદિત્‍ય ઉર્ફે ગાંધી જયંતીભાઈ સોલંકી વિરૂદ્ધ કેશોદ અને જૂનાગઢ ખાતે બે ફરિયાદ દાખલ થયેલ છે. આ કુખ્‍યાત વ્‍યાજખોર આરોપી વિરુદ્ધ હજુ પણ ઘણા વ્‍યક્‍તિઓને વ્‍યાજે રૂપિયા આપી, અનેક ગણા રૂપિયા પડાવ્‍યાની શકયતા આધારે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી, જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીઆઈ એન.આર.પટેલ, પીએસઆઈ કે.કે.મારું તથા સ્‍ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે

(1:59 pm IST)