Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

મોરબીના ગ્રીન ચોક નજીકથી જાહેરમાં વરલી જુગાર રમતા ૨ ઝડપાયા

એલસીબી ટીમે રોકડ રકમ અને મોબાઈલ સહીત ૧૬,૯૦૦ નો મુદામાલ જપ્ત કર્યો

મોરબીના ગ્રીન ચોક ઝવેરી શેરી નજીકથી જાહેરમાં વરલી જુગાર રમતા બે શખ્સોને એલસીબી ટીમે ઝડપી લઈને રોકડ રકમ અને મોબાઈલ સહીત ૧૬,૯૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના ગ્રીન ચોક ઝવેરી શેરી પાસે આરોપી અમિત વિઠ્ઠલભાઈ ખેરડીયા (રહે મોરબી કંડલા બાયપાસ રોડ) અને નરેશ ખીમજીભાઈ ભટ્ટી( રહે શકત શનાળા તા. મોરબી) ને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લઈને જુગાર સાહિત્ય, બે મોબાઈલ કીમત રૂ ૬૦૦૦ અને રોકડ રકમ રૂ ૧૦,૯૦૦ મળીને કુલ રૂ ૧૬,૯૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(12:41 am IST)