Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

મોરબીના નારણકા ગામે ખેડૂતોને માત્ર એક કલાક અપાય છે વીજળી ?

ખેતીવાડી વીજપુરવઠામાં અનિયમિતતા મામલે રજૂઆત

મોરબીના નારણકા ગામની સીમમાં ખેતીવાડી વીજપુરવઠામાં અનિયમિતતા મામલે જીઇબીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવામાં આવી છે

શ્રી નારણકા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જીઇબીના કાર્યપાલકઈજનેરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે નારણકા ગામની ખેતીવાડી વિસ્તારમાં ખેવાલીયા ફીડરથી વીજપુરવઠો આવે છે છેલ્લા છ દિવસથી ખેતીવાડી લાઈટ અનિયમિત છે માત્ર એક જ કલાક આવે છે બાકી લાઈટ હોતી નથી જેથી ખેતરમાં પાણી આપી શકાતું નથી અને પાકને નુકશાન થઇ રહ્યું છે હાલ મગફળી અને કપાસ સહિતના પાકનું વાવેતર કરી દીધું છે અને લાઈટના હિસાબે પુરતું પાણી નહિ મળે તો પાક નિષ્ફળ જશે લાઈટ બંધ તાતા કચેરીને જાણ કરતા યોગ્ય સહકાર મળતો નથી કોઈ ફોન ઉપાડતું નથી અને યોગ્ય જવાબો મળતા નથી જેથી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી ગામના ખેડૂતોને પુરતી વીજળી આપવાની માંગ કરી છે

(12:47 am IST)