Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

મોરબીના લખધીરનગર ગામે ખરાબાની જમીનના ઝઘડામાં મારામારી

લોખંડ પાઈપ વડે માર મારી ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ

મોરબીના લખધીરનગર ગામે ખરાબાની જમીનનો ઝઘડો હોય જે મામલે બે ઇસમોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
   મોરબીના લખધીરનગર ગામના રહેવાસી ભારતીબેન ભુપતભાઈ ઝંઝવાડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને ચારેક વર્ષથી ખરાબાની જમીનનો આરોપી મુકેશના સાળા જીગ્નેશ સાથે ઝઘડો ચાલતો હોય જે બાબતે ગત તા. ૧૪ ના રોજ ફરિયાદી ભારતીબેનના પતિ ભુપતભાઈ કોળીને આરોપી મુકેશના સાલા જીગ્નેશ સાથે બોલાચાલી થયેલ જે બાબતનો ખાર રાખીને આરોપી મુકેશ પરષોતમ દુબાણીયા અને ભૂપત બાવળ દારોદરા (રહે બંને લખધીરનગર તા. મોરબી)એ લોખંડ પાઈપ વડે માર મારી ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(12:52 am IST)