Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

જામનગર મહાનગર પાલિકાના કમિશનર તરીકે વિજય ખરાડી એ આજે વિધિવત ચાર્જ સંભાળ્યો

જામનગર:::જામનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકે વિજય ખરાડી એ આજે વિધિવત ચાર્જ સંભાળ્યો છે સવારે 10: 35 કલાકે મહાનગરપાલિકાની કમિશનર કચેરી ખાતે તેઓ પહોંચ્યા હતા અને મહાનગર પાલિકા ખાતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે વર્ષ 2009ના આઇ.એ.એસ વિજય ખરાડી અગાઉ જામનગર જિલ્લા પંચાયતમાં ડીડીઓ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. 17 એપ્રિલ 1983માં સાબરકાંઠાના ખેડબ્રહ્મા માં જન્મેલા વિજય ખરાડી B E કોમ્પ્યુટર સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છે. તેઓ અગાઉ રાજપીપળામાં ડેપ્યુટી કલેકટર, જામનગર અને સુરતમાં ડી.ડી.ઓ તેમજ છોટાઉદેપુર અને દાહોદમાં કલેકટર તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ આજથી જામનગર મહાનગરપાલિકામાં કમિશનર તરીકે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર :કિંજલ કારસરીયા, જામનગર,)

(11:37 am IST)