Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ગોંડલ પાસે બે કારખાનામાંથી તસ્કરો મજાુરોના મોબાઇલ-રોકડ ચોરી ગયા

રાજકોટ તા. ર૪: ગોંડલ પાસે બે કારખાનાની મજાુરોની ઓરડીમાંથી મજુરોના મોબાઇલ તથા રોકડ ચોરી કરી ગયા હતા.

ગોંડલ પાસે નેશનલ હાઇવે રોડ ગુરૂકુળ પાસે રામ પેટ્રોલ પંપ પાછળ આવેલ લાલચેતા ટ્રેડીંગ કંપની તથા અન્ય એક કારખાનામાં મજુરોની ઓરડીમાં રાત્રીના તસ્કરોએ ત્રાટકી ઓરડીમાં સુતેલા મજુરોના ૧૩ મોબાઇલ કિ. ૬૧૦૦ તથા મજાુરોના રોકડ રૂ. ૧૭૩૦૦ મળી કુલ ૭૮૩૦૦ની માલમતા ચોરી કરી ગયા હતા.

આ અંગે સમીરભાઇ લાલચેતાએ અજાણ્યા ઇસમો સામે ફરીયાદ કરતા ગોંડલ પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો વધુ તપાસ પી.એસ.આઇ. બી. એલ. ઝાલા ચલાવી રહ્યા છે.

(11:30 am IST)