Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

પત્નિ અને દિકરીઓને પટ્ટાથી ફટકારતા પતિને પકડવા ગયેલ પોલીસ પર હુમલો

માળીયાનાં પીખોર ગામનાં બનાવથી હલચલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૪: માળીયાનાં પીખોર ગામે પત્ની અને દિકરીઓને પટ્ટાથી ફટકારતા પતિને પકડવા ગયેલ પોલીસ પર આ શખ્સ ઉપર હુમલો કરીને નાસી ગયો હોવાનો બનાવ બન્યો હતો.

જુનાગઢ જિલ્લાનાં માળીયા હાટીના તાલુકાનાં પીખોર ગામે રહેતા રેખાબેન પ્રાણસુખ (ઉ.વ. ૪૧) ને પતિ પ્રાણસુખ ડાયાભાઇ અવાર નવાર ત્રાસ આપી મારકુટ કરતો હતો.

ગઇકાલે બપોરનાં આ શખ્સે પત્નિ રેખાબેનને પટ્ટાથી માર મારવાનું કરેલ આથી દિકરીઓ તેની માતાને બચાવવા વચ્ચે પડતા નિર્દયી પતિ અને પિતાએ દિકરીઓને પણ પટ્ટાથી ઝુડી નાંખી હતી.

આ અંગે મહિલાએ જાણ કરતા માળીયા હાટીના ખાતેથી પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ પરમાર સહિતનો સ્ટાફ પ્રાણસુખ ડાયાને પકડવા પોલીસ જીપમાં પીખોર ગામે દોડી ગયો હતો.

પરંતુ આ શખ્સે ઉશ્કેરાઇ જઇને પોલીસને ધારિયું લઇને મારવા દોડતા પોલીસ સ્ટાફ ભયભીત થઇ ગયો હતો. આ ઇસમ ધારિયાનો ઘા પોલીસ જીપનાં કાચ ઉપર કરી અને નુકશાન પહોંચાડી નાસી ગયો હતો.

આ બનાવથી નાના એવા પીખોર ગામમાં સનસની મચી ગઇ હતી.

આ અંગે મહિલા અને પોલીસ કર્મી. સંજય પરમારની ફરિયાદ લઇ પ્રાણસુખ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. વિશેષ તપાસ પી.એસ.આઇ. એ. બી. દતા ચલાવી રહ્યા છે.

(11:32 am IST)