Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

જુનાગઢ શહેર અને ગ્રામ્યમાં સવારે બે-બે મી.મી. વરસાદ

અસહ્ય બફારાથી લોકો પરેશાન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૪ : જુનાગઢ શહેર અને ગ્રામ્યમાં આજે સવારે બે-બે મી.મી. વરસાદ નોંધાયો હતો.

છેલ્લા બે દિવસથી સોરઠમાં મેઘરાજાએ સંતાકુકડી રમવાનું શરૂ કરતા લોકોમાં નિરાશા વ્યાપી ગઇ છે.

ગઇકાલે સવારે જુનાગઢમાં મેઘરાજા હાઉકલી કરીને અલોપ થઇ ગયા છતા  બાદ આખો દિવસ અને રાતભર વાતાવરણ સામાન્ય રહ્યું હતું.

પરંતુ આજે સવારના ૬ વાગ્યા બાદ જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર ઝાપટું વરસી જતા બે-બે મી.મી. વરસાદ નોંધાયો હતો જો કે જિલ્લાના અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નથી.

દરમ્યાન જુનાગઢના સવારના ર૪.૮ ડીગ્રી તાપમાન અને ૮પ ટકા ભેજને લઇ અસહ્ય બફારો ઉકળાટ થતો હોય લોકો પરેશાન થઇ ગયા છે.

(11:35 am IST)