Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

જુનાગઢમાં ડુપ્લીકેટ શાહરૂખખાનને બોલાવી જન્મ દિવસ ઉજવતા ૪ શખ્સો સામે કાર્યવાહી

વિડીયો વાયરલ થતા પોલીસે ગુન્હો નોંધ્યો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૪ : જુનાગઢમાં ડુપ્લીકેટ શાહરૂખખાનને બોલાવી રાત્રીના જાહેરમાં જન્મ દિવસ ઉજવતા પોલીસે વિડીયો વાયરલના આધારે તપાસ કરી ૪ શખ્સો સામેકાર્યવાહી કરી હોવાનું જાણવા મળેલ છે.

કોરોના મહામારીને લઇને વિવિધ જાહેર નામા અમલી છે તેમજ રાત્રીના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીનો કર્યુ છે.

આમ છતા જુનાગઢના બ્લોચવાડા વિસ્તારમાં ગત તા.૧૦ જુનના રોજ મોડી રાત્રીના સફરાજખાન ઉર્ફે દાડુ વલી મોહમદખાન બાકારીએ પોતાનો જન્મ દિવસ ડુપ્લીકેટ શાહરૂખખાનને બોલાવીને ડીજે અને ડાન્સના સથવારે ઉજવ્યો.હતો અને જીલ્લા મેજી સ્ટ્રેટના જાહેર નામાનો ભંગ કર્યો હતો જેનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો.આ વીડીયોના પગલે પોલીસ એકશનમાં આવી હતી અને એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝનના પી.એસ.આઇ. આર.જી.મહેતાએ જાતે ફરીયાદી બની સફરાજખાન ઉર્ફે દાડુ તેમજ વસીમ ઉર્ફે જોન્ટી, યુનુસભાઇ બ્લોચ, નીસારખાન ગુલામ મહમદખાન બ્લોચ અને સાહીદ ઇસ્માઇલભાઇ કાદરી વિરૂધ્ધ ગઇકાલે સાંજે એડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:05 pm IST)