Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

જૂનાગઢ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બેસ્ટ પી.એલ.વી.ની કામગીરી કરવા બદલ દુધાત્રાને એવોર્ડ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા. ૨૪ :. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ અને ગુજરાત કાનૂન સેવા સત્તા મંડળના રાજ્યના અધ્યક્ષ ડો. વિનીત કોઠારી જૂનાગઢ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરી ખાતે આવેલ હતા. તેમા વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિમાં પીએલવી તરીકે શ્રેષ્ઠ કામગીરી કરતા રમણીક દુધાત્રાને સમગ્ર જીલ્લામાં બેસ્ટ પીએલવી તરીકેની કામગીરી કરવા બદલ કોઠારીના 'બેસ્ટ પીએલવી'નો એવોર્ડ આપવામાં આવેલ હતો.

આ પ્રસંગે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ રીઝવાન બુખારી મેડમ તથા સેક્રેટરી આંતોડરીયા જીલ્લાભરના તમામ એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજો તથા સીનીયર જજો અને સીવીલ જજો ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સુપ્રિટેન્ડન નયનભાઈ વૈષ્નવ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ-વિસાવદરના ચેરમેન કે.કે. નાથાણી તથા સેક્રેટરી અર્શદ બ્લોચ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી દુધાત્રાએ પીએલવી તરીકે પર્યાવરણને લગતી અને કોરોના મહામારીમાં રાશન કિટ વિતરણ, વિનામૂલ્યે માસ્ક વિતરણ તેમજ મજુરોને વતન જવા મંજુરીઓ અપાવેલ તેમજ વ્યસનમુકિત, બેટી બચાવો, બાળ મજુરી તથા વિવિધ કાયદાઓ ઉપર ગ્રામ્ય પંથકમાં અનેક કાનૂની શીબીરો કરેલ તેમજ મામલતદાર કચેરીમાં લીગલ કલીનીકમાં બેસીને નિરાધાર વૃદ્ધો થતા વિધવા પેન્શન માટે બહેનોને ઉપયોગી થઈ ફોર્મ ભરી શ્રેષ્ઠ કામગીરી કરેલ તેના કારણે જૂનાગઢ જીલ્લામા 'બેસ્ટ પીએલવી'નો એવોર્ડ રમણીક દુધાત્રાને અપાતા તેમને મો. ૯૪૨૬૪ ૬૭૧૯૯ ઉપર અભિનંદન પઠવાઈ રહ્યા છે.

(1:11 pm IST)